ગાંધીનગરઃ શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી દિવાળી પહેલા મોટા સમાચાર આપ્યા છે. સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ના કુલ 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ સિવાય પ્રાથમિક શિક્ષકોની રજુઆતને લઈ જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.
સરકારની મોટી જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ના 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ માટે સત્તાવાર નોટિફિકેશન 1 નવેમ્બર 2024ના જાહેર થશે. એટલે કે નવા વર્ષ પહેલાં સરકાર શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલાં ઉમેદવારોને મોટી ભેટ આપશે.
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
👉🏻સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫, ધોરણ ૬ થી ૮ અને અન્ય માધ્યમના કુલ મળીને 13800 શિક્ષકો ની ભરતી તા. 01/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે.
👉🏻પ્રાથમિક…
— Dr. Kuber Dindor (@kuberdindor) October 29, 2024
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર કહ્યું કે, શિક્ષકોની ભરતી સિવાય જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે. આ બદલી કેમ્પનું આયોજન ક્યારે થશે તેની તારીખ હવે જાહેર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે