Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં બેકાબૂ બનેલી બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી ગઈ, એક યુવકને કચડી નાખ્યો, સામે આવ્યા CCTV

સુરત શહેરના સારોલી વિસ્તારમાં બાપાનો બગીચો નામના ઢાબામાં ગ્રાહક જમવા બેઠો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલ બોલેરો પિક-અપના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. આ બોલેરો સીધો ઢાબાની અંદર ઘુસી ગયો હતો.
 

સુરતમાં બેકાબૂ બનેલી બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી ગઈ, એક યુવકને કચડી નાખ્યો, સામે આવ્યા CCTV

ચેતન પટેલ, સુરતઃ સુરતમાં એક ખતરનાક અકસ્માત સર્જાયો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતનો આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. અહીં એક બોલેરો પિક-અપ બેકાબૂ બનતા ઢાબામાં ઘૂસી ગઈ હતી. ડ્રાઇવરે કાબુ ગુમાવતા આ બોલેરો સીધો ઢાબામાં ઘૂસી ગયો અને અહીં જમી રહેલા એક યુવકને કચડી નાખ્યો હતો, જેને ગંભીર ઈજા પહોંચી છે. 

fallbacks

સુરત શહેરના સારોલી વિસ્તારમાં બાપાનો બગીચો નામના ઢાબામાં ગ્રાહક જમવા બેઠો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલ બોલેરો પિક-અપના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. આ બોલેરો સીધો ઢાબાની અંદર ઘુસી ગયો હતો. અહીં ઢાબામાં તોડફોડ મચાવી બોલેરોએ ટેબલ પર ભોજન કરી રહેલા એક યુવકને કચડી નાખ્યો હતો. આ ઘટના બાદ ઢાબાની અંદર રહેલા લોકો ઝડપથી બહાર ભાગી ગયા હતા. 

fallbacks

અકસ્માતના સીસીટીવી આવ્યા સામે
સુરતના સારોલી વિસ્તારમાં થયેલા આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ફુલ સ્પીડમાં આવી રહેલ બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી જાય છે. અહીં ટેબલ પર જમી રહેલા એક યુવકને કચની નાખે છે. અહીં મુકવામાં આલેલા ખાટલા, ટેબલ ખુરશીના ભુક્કા બોલાવી બોલેરો અંદર પ્રવેશે છે. આ જોરદાર અકસ્માત બાદ ઢાબામાં હાજર લોકો સીધા બહાર ભાગે છે. અહીં ઢાબામાં એક યુવક ચા પણ બનાવી રહ્યો હતો. 

આ ઘટના અંગે ઢાબાના માલિક નિલેશભાઈએ જણાવ્યું કે, હું કાઉન્ટર પર બેઠો હતો. ત્યારે અચાનક બોલેરો પિક-અપ અંદર ઘૂસી જાય છે. બોલેરો ક્ષણભરમાં તો અંદર આવી જાય છે ત્યારે 10 જેટલા ગ્રાહકો બેઠા હતા. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે. ઢાબાના માલિકે કહ્યું કે મને પણ સામાન્ય ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ઢાબાના માલિકે કહ્યુ કે, એક વ્યક્તિને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ ડ્રાઇવર ભાગી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More