મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ફરી કેટલાક અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. કાયદો કે પોલીસનો ડર જ નથી તેમ જાહેરમાં તલવાર દ્વારા કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી અને એટલું જ નહીં આસપાસમાં રહેતા નિવૃત પોલીસકર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓને જાતિ વિષયક શબ્દો બોલી તલવારથી ગાડીઓનાં કાચ તોડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમરાઈવાડી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ પિતા પુત્રના નામ રાજેશ રાજપૂત અને કિશન રાજપૂત છે. કાયદાનું ભાન ભુલેલા આરોપી કિશન રાજપૂતનો જન્મ દિવસ હોવાથી અમરાઈવાડી પારસનગર એપાર્ટમેન્ટ સામે જાહેર રોડ પર મિત્રો સાથે ભેગા થઈને જન્મ દિવસની પાર્ટી કરી હતી. હાથમાં તલવારો અને છરી સાથે અનેક યુવકોએ ઉજવણી કરી ફટાકડા ફોડ્યા હતા. જે સમયે પડોશમાં જ રહેતા નિવૃત ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી ન કરવાનું જણાવતા કિશન રાજપૂત સહિતનાં તેનાં મિત્રોએ તલવાર અને ચપ્પુ દ્વારા ફરિયાદીની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.
(કિશન રાજપૂતે રસ્તા વચ્ચે તલવાર વડે કેપ કાપી જન્મદિવસની ઉજવણી કરી)
દીપડા, સિંહ તો ઠીક હવે મગર પણ રસ્તા પર લટાર મારવા નીકળી પડ્યા, જુઓ વીડિયો
જે યુવકોને સમજાવવા જતા તેઓએ ભેગા મળીને ફરિયાદીને જાતિ વિષયક શબ્દો બોલી ગાળાગાળી કરી હતી. જે સમયે કિશન રાજપૂતનાં પિતા પણ ત્યાં આવી પહોંચતા તેઓએ પણ દિકરાનું ઉપરાણું લઈને ફરિયાદીને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત 6 લોકો સામે વિરુદ્ધ જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપવા મામલે ગુનો ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.
(પોલીસે પિતા પુત્રની કરી ધરપકડ)
હવે અહીં ફરવા નહીં જઈ શકો, નદીના પૂરમાં રજવાડાની ધરોહરની થઈ ધૂળધાણી
મહત્વનું છે કે, આરોપીઓ નાની વયનાં હોવાથી તેઓને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે આ જન્મદિવસની પાર્ટીમાં જે પણ યુવકો સામેલ હતા તે તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ તેમને કાયદાનો પાઠ ભણાવતા તેમની શાન ઠેકાણે ક્યારે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે