Home> Gujarat
Advertisement
Prev
Next

આ જગ્યાએ નોંધાયો કોલેરાનો કેસ, તંત્ર થયું દોડતું, 2 કિમીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર

આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં કલોરીન સહિત દવાનું વિતરણ, સ્વચ્છતા અભિયાન અને પાણી ભરવાના પાત્રોની તપાસ સહિતની આરોગ્ય સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
 

આ જગ્યાએ નોંધાયો કોલેરાનો કેસ, તંત્ર થયું દોડતું, 2 કિમીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર

બુરહાન પઠાણ, આણંદઃ  આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાના સિલવાઇ ગામે છેલ્લા આઠ દિવસથી ઝાડા-ઉલ્ટીના  60 જેટલા દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સિલવાઈ ગામે એક કેસ કોલેરાનો પોજીટીવ આવતા કલેકટર દ્વારા સિલવાઈ ગામને કોલેરાગ્રસ્ત અને આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની 10 જેટલી ટીમો ગામમાં કાર્યરત છે.

fallbacks

સિલવાઈ ગામમાં સુર્યનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પંચાયતની વોટર વર્કસની ઈલેકટ્રીક મોટરમાં ખામી હોવાના કારણે પીવાનાં પાણીનો સપ્લાય અટકી જતા તેમજ બે દિવસ સુધી ગ્રામ પંચાયત દ્વારા પિવાનાં પાણીની વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં નહી આવતા સુર્યનગર લોકોએ ખેતરમાં સિંચાઈ માટેનાં ખાનગી બોરના પાણીનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ એકાએક ઝાડા-ઉલ્ટીના કેસો વધતા આરોગ્ય વિભાગની ટીમોએ પહોંચીને દર્દીઓને ઘરે સારવાર તેમજ વધુ સારવાર ના દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

 ગામમાં પીવાના પાણીની તપાસણી, આરોગ્ય વિષયક માર્ગદર્શન સહિતની કામગીરી ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે. પેટલાદ ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ઝાડા ઉલ્ટીના કેસો વધતા સૂર્ય નગર પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ દવાખાનું ઉભું કરવામાં આવ્યું છે.જેમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી મુશ્કેલીમાં, ખેતરમાં ત્રાટકી પડતા રખડતા ઢોરોથી કોણ બચાવશ

કોલેરાનો કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ પેટલાદ સિવિલના સર્જનને નોટિસ આપી છે. જેમાં સિલવાઈના સૂર્યનગર વિસ્તારના એક દર્દી પેટલાદ સિવિલ ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો અને દર્દીની તબિયત વધુ લથડતા તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવ્યો હતો.દર્દીના લેબોરેટરી રિપોર્ટની વિસંગતતા બાબતે જવાબદાર કર્મચારી-અધિકારી સામે લીધેલ પગલાનો અહેવાલ દિન-રમાં રજૂ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે.

જો કે કોલેરાનાં દર્દીનાં રીપોર્ટ બાબતે વિસંગતતા બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ નોટીસ આપ્યા બાદ સિવિલ હોસ્પીટલનાં લેબોરેટરી ઈન્ચાર્જ રીયા ચુડાસમાએ કહ્યું હતું કે વાસ્તવમાં જે દર્દીનો વડોદરા ગોત્રીની હોસ્પીટલમાં કોલેરા પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે,તે દર્દીનાં સ્ટુલનાં સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More