Home> Gujarat
Advertisement
Prev
Next

'મારી ગલફ્રેન્ડને કેમ હેરાન કરે છે, કહીને યુવકનું અપહરણ કર્યું, પછી લૂંટી માર્યો ગરદા પાટૂંનો માર

અમદાવાદ બોડકદેવ વિસ્તારમાં આવેલ મેટ્રો સ્ટેશન નીચે એક યુવકને બોલાવી ત્યાંથી ગાડીમાં તેને જબરજસ્તી બેસાડી તેનું અપહરણ કરી યુવકનો મોબાઈલ લૂંટી તેને ગરદા પાટુંનો માર મારવામાં આવ્યો હતો.

'મારી ગલફ્રેન્ડને કેમ હેરાન કરે છે, કહીને યુવકનું અપહરણ કર્યું, પછી લૂંટી માર્યો ગરદા પાટૂંનો માર

આશકા જાની/અમદાવાદ: બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અપહરણ વિથ લૂંટનો ગુન્હો દાખલ કરવમાં આવ્યો છે. જેમાં 3 આરોપીની બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પડ્યા હતા. 

fallbacks

ગુજરાતમાંથી હજું સંકટ ટળ્યું નથી! આવતીકાલે આ 12 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

આ ઘટના વિશે વાત કરીએ તો અમદાવાદ બોડકદેવ વિસ્તારમાં આવેલ મેટ્રો સ્ટેશન નીચે એક યુવકને બોલાવી ત્યાંથી ગાડીમાં તેને જબરજસ્તી બેસાડી તેનું અપહરણ કરી યુવકનો મોબાઈલ લૂંટી તેને ગરદા પાટુંનો માર મારવામાં આવ્યો હતો. જીગર નામના યુવકને આરોપી જીગર તેની ગલફ્રેન્ડને કેમ હેરાન કરે છે તેમ કહી માર મારવામાં આવ્યો હતો. આરોપી જીગર અને તેના બે મિત્ર મળીને i20 ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા અને ઓગણજ જોડે લઈ જઈને ફરિયાદીને ગરડાપટ્ટાનો માર મારવામાં આવ્યો હતો. 

'અમારા વિસ્તારમાં બેફામ બન્યું છે દારૂ અને હપ્તાખોરીનું દૂષણ', ભાજપના ધારાસભ્યએ...

બોડકદેવ પોલીસે માત્ર 6 કલાકની અંદર ત્રણે આરોપીઓને પકડી પડ્યા હતા. જેમાં બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં જીગર ઝાલૈયા પર અગાઉ ઈંગ્લીશ દારૂના કેસ પણ બે વાર થયા છે, જયારે નેહલ વાળા સામે સોલા પોલીસ સ્ટેશનમાં મારમારીનો કેસ થયેલો છે. ત્યારે હાલ તો પોલીસે ત્રણે આરોપીઓને પકડી વધુ કાર્યવાહી શરૂ કરી છે. 

જન્મદિવસની ઉજવણીમાં નેતાજી ભાન ભૂલ્યા; તલવારથી કેક કાપી ભાજપી નેતા વિવાદના વમળોમાં..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More