Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્ન નહીં થવા દેતા ગામના આગેવાન વૃદ્ધની દર્દનાક હત્યા કરી! ચોંકાવનારું કારણ જાણીને ચોંકી જશો

સમગ્ર મામલે સામંતભાઈ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પિતાની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવતા.શહેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પુનાભાઈની લાશના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી.

લગ્ન નહીં થવા દેતા ગામના આગેવાન વૃદ્ધની દર્દનાક હત્યા કરી! ચોંકાવનારું કારણ જાણીને ચોંકી જશો

ઝી બ્યુરો/પંચમહાલ: પંચમહાલના શહેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી વૃદ્ધની હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ હત્યાનું કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો! આખરે શું છે સમગ્ર મામલો અને સગીર સહિતના ત્રણ આરોપીઓએ વૃદ્ધની રસ્તામાં રોકી કેમ કરી ઘાતકી હત્યા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ પુનાભાઈ ચારણ ગામના અગ્રણી હતા. ગામના મોટાભાગના લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં તેમની મુખ્ય ભૂમિકા રહેતી. ગામમાં તમામ જ્ઞાતિમાં તેમનું વર્ચસ્વ હતુ. બામરોલી ગામમાં કોઈના પણ લગ્ન હોય તો તેમાં લગ્ન નક્કી કરવાથી લઈ મોટાભાગની જવાબદારીઓમાં પુનાભાઈની સક્રિય ભૂમિકા રહેતી હતી. પરંતુ ગામના કેટલાક જુવાનિયાઓને આ ખટકતું હતું અને તેના જ કારણે બામરોલી ગામના જ એક યુવાને મિત્રો સાથે મળીને પુનાભાઈ પોતાના લગ્ન નહીં થવા દેતા હોય તેવી અદાવત રાખી તેમની નિર્મમ હત્યા કરી નાખી. 

fallbacks

અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ વિભાગમાં મોટું એક્શન; એકસાથે 28 PIની આંતરિક બદલી

આ ચોંકાવનારી હકીકત ત્યારે સામે આવી, જ્યારે પુનાભાઈના પુત્ર સામંતભાઈ પોતાના મિત્ર સાથે ઘરે બેઠા હતા અને અચાનક ફોન આવ્યો કે તેમના પિતા પુનાભાઈ લોહી લુહાણ હાલતમાં નરસાણા રોડ પાસે પડી રહ્યા છે અને તેમની બાઈક પણ અહીંયા પડી રહી છે. ફોન આવતાની સાથે જ સામંતભાઈ પોતાના મિત્ર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા. જો કે પુનાભાઈ ની લાશ જોતા જ સામતભાઈને સમજાઈ ગયું હતું કે તેમના પિતાની કોઈકે હત્યા કરી છે. 

ગુજરાતમાં બૂટલેગરો પર કાર્યવાહીનો તખ્તો તૈયાર:આ 15 મોટા અસામાજિક તત્વોનુ લિસ્ટ તૈયાર

સમગ્ર મામલે સામંતભાઈ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પિતાની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવતા.શહેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પુનાભાઈની લાશના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી. પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યા થઈ હોવાનું જણાઈ આવતા સમગ્ર મામલાની તપાસ શહેરા પોલીસ ઊંડાણપૂર્વક કરી રહી હતી. જો કે શહેરા પોલીસ માટે હત્યાની આ ગુથ્થી ઉકેલવી સહેલી નહોતી. કારણ કે પુનાભાઈ ગામના આગેવાન હતા અને મોટાભાગના લોકો સાથે તેમને ખૂબ સારા સંબંધો હતા અને પુનાભાઈની હત્યાનું બીજું કોઈ કારણ પણ દેખાતું નહોતું.

સુનિતા વિલિયમ્સની વાપસી પર આ ગામ ખુશખુશાલ; દિવાળી જેવો માહોલ, શુભેચ્છાઓનો ધોધ વહ્યો!

શહેરા પોલીસ પણ ખૂબ મૂંઝવણમાં હતી પરંતુ ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસ કામે લગાડતા પોલીસને કેટલાક મોબાઈલ નંબરો નજર સમક્ષ આવ્યા કે હત્યાના બનાવ સમયે ઘટના સ્થળે થી તે જ નંબરો પરથી ઘણી બધી વખત મેસેજ અને ફોન થયા હતા શંકાના આધારે પોલીસે ત્રણ લોકોને રાઉન્ડ અપ કર્યા અને આકરી પૂછપરછ કરી. પોલીસે મહેન્દ્ર પરમાર અને તેના બે મિત્રો મળી કુલ ત્રણ યુવાનોની કડક પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો કે મહેન્દ્ર પરમાર નામનો બામરોલી ગામનો જ યુવાન છેલ્લા ઘણા સમયથી પુનાભાઈ સામે રોષ રાખી રહ્યો હતો. 

ડબલ ઋતુના કારણે સુરતમાં રોગચાળો વકર્યો, રોગચાળામાં બે બાળકોના કરુણ મોત

તેને એવું હતું કે પુનાભાઈ જ તેના લગ્ન નક્કી થવા દેતા નથી જેથી પોતાના મિત્રો સાથે મળી મહેન્દ્ર પરમાર એ પુનાભાઈ નામનો કાંટો જે પોતાના લગ્ન ના આડે આવી રહ્યો હતો તેને કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. યોજના બનાવી પોતાના મિત્રોને સાથે લઈ બામરોલીના નરસાના રોડ પર પુનાભાઈ નિયત સમય મુજબ પોતાની બાઇક લઈને આવી રહ્યા હતા, તે સમયે તેમને રોકી તેમની સાથે માથાકૂટ કરી લોખંડના સળિયો શરીર પર અને માથા ના ભાગે મારી તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે આ સમગ્ર મામલે મહેન્દ્ર પરમાર અને એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે હત્યા સહિત ની કલમો સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More