Home> Gujarat
Advertisement
Prev
Next

મોકો ચૂકતા નહીં! આ 3 દિવસ CMને મળેલી ભેટ-સોગાદો ખરીદી શકશો, 850 વસ્તુઓનું અનેરું આકર્ષણ

મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ,  સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરીમાં ૧૮ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી દરમિયાન ચીજ વસ્તુઓ નિહાળી શકાશે. અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું અનેરુ આકર્ષણ.

મોકો ચૂકતા નહીં! આ 3 દિવસ CMને મળેલી ભેટ-સોગાદો ખરીદી શકશો, 850 વસ્તુઓનું અનેરું આકર્ષણ

ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે.

fallbacks

આદિવાસી ખૂન ક્યારેય વેચાતું નથી, હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો છું: કાંતિ ખરાડી

આ સંદર્ભે અમદાવાદ ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹25 લાખની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) ઉમંગ પટેલે જણાવ્યું છે.

માઠા સમાચાર; ખેડૂતો પર ટેક્ષ લગાવવાની તૈયારીમાં છે સરકાર, RBI તરફથી સામે આવી જાણકારી

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે.

અંધાપા કેસમાં HC એ લીધો સુઓમોટો, આરોગ્ય મંત્રીએ કહ્યું; 'જવાબદારો સામે પગલાં લેવાશે'
 
મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ દરમિયાન કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.

ગુજરાતના આ જિલ્લાઓની બગડી જશે હાલત! અંબાલાલ પટેલની ગાભા કાઢી નાંખે તેવી આગાહી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More