Home> Gujarat
Advertisement
Prev
Next

બાળકની બલી કે હત્યા? આંતરડા અને પેટથી નીચેનો ભાગ મળ્યા બાદ ખોપરી મળી, અન્ય અંગ શોધવાના બાકી!

મોરબીમાં સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં રેલ્વે લાઈન પાસે એક અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ પડ્યા હોવાની સ્થાનિક લોકોએ ગત તા 10 ને બુધવારે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી.

બાળકની બલી કે હત્યા? આંતરડા અને પેટથી નીચેનો ભાગ મળ્યા બાદ ખોપરી મળી, અન્ય અંગ શોધવાના બાકી!

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં એક અજાણ્યા બાળકનો પેટથી નીચેનો ભાગ, આંતરડાનો ભાગ અને તે જ વિસ્તારમાંથી નાના બાળકની ખોપરીનો ભાગ પણ મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્યાં દોડી આવી હતી અને બાળકના શરીરના અંગોને ફોરેનસિકમાં મોકલાવવામાં આવ્યા હતા. જો કે, હજુ સુધી મૃતક બાળકની ઓળખ મળી ન હોવાથી તેની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે હાલમાં મૃતક બાળકના કપડાં જાહેર કરીને લોકોની પણ મદદ માંગવામાં આવી છે. 

fallbacks

નવસારીના બે કારસેવકોની જુબાની; જાણો ગોળીબાર અને રક્તથી લાલ બનેલી સરયુની વ્યથા

મોરબીમાં સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં રેલ્વે લાઈન પાસે એક અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ પડ્યા હોવાની સ્થાનિક લોકોએ ગત તા ૧૦ ને બુધવારે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને ઘટનાસ્થળેથી બાળકના શરીરના કપાયેલ અંગો મળી આવ્યા હતા. જેથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ હોસ્પિટલે ખસેડયા હતા. ત્યારબાદ ગુરુવારે સવારે 10 વાગ્યાના અરસામાં અગાઉ જે જગ્યાએથી બાળકના શરીરના અંગો મળી આવ્યા હતા. તેની સામેના ભાગમાંથી બાળકની ખોપરીનો ભાગ મળી આવેલ હતો. જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને આ અંગેની જાણ કરી હતી. પોલીસે મૃતક બાળકની ખોપરીના ભાગને પણ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.

ગુજરાતના આ જિલ્લાઓની બગડી જશે હાલત! અંબાલાલ પટેલની ગાભા કાઢી નાંખે તેવી આગાહી?

 પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શરીરના જે અંગો મળ્યા છે તે પ્રાથમિક તારણ અને મેડિકલ રિપોર્ટ મુજબ અજાણ્યો બાળક ટ્રેન નીચે કાપાઈ ગયો હોય તેવું સામે આવી રહ્યું છે. જો કે, સૌથી મોટો સવાલ એ છે કે, મૃતક બાળક છે કોણ ? તે હજુ સુધી માહિતી સામે આવેલ નથી કેમ કે, જે જગ્યાએથી બાળકના શરીરના કપાયેલ અંગો મળી આવ્યા છે તે વિસ્તારની આજુ બાજુમાંથી કોઈ બાળક મિસિંગ હોય તેવું જાણવા મળ્યું નથી. જેથી કરીને બાળકના કપાયેલા જે અંગો મળી આવ્યા હતા તેના ઉપરથી જે કપડાં મળેલ છે. તેને સોશિયલ મીડિયામાં મૂકીને આ મૃતક બાળકની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. 

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં બદલાયા કોંગ્રેસ અને AAPના સૂર, આ નેતાઓ પહોંચ્યા રામના શરણે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More