Home> Gujarat
Advertisement
Prev
Next

'ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે...મને કાંઈ જ વાંધો નથી, પણ મને..' કરૂણ સુસાઈટ નોટ લખી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

રાજકોટમાં રુવાટા ઉભા કરી દેતો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સાધુવાસવાણી રોડ પર ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો અરેરાટી મચી જવા પામી છે.

'ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે...મને કાંઈ જ વાંધો નથી, પણ મને..' કરૂણ સુસાઈટ નોટ લખી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

ઝી બ્યુરો/રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના કિસ્સાએ વધુ એક ઉમેરો કર્યો છે. આ કિસ્સામાં એવું બન્યું કે રાજકોટમાં બિમારીથી કંટાળીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. સાધુ વાસવાણી રોડ નજીકની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટ લખી જીવન ટુંકાવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીએ મમ્મી-પપ્પા અને ભાઈને સંબોધી કરુણ સુસાઇડ નોટ લખી હતી. જેના કારણે પરિવારજનોના આંસુ સૂકાતા નથી.

fallbacks

ગુજરાત વિધાનસભામાં પેપરલીક સામેનું બિલ પાસ, આ છે નિયમો અને દંડની જોગવાઈ

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં રુવાટા ઉભા કરી દેતો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સાધુવાસવાણી રોડ પર ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો અરેરાટી મચી જવા પામી છે. ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવાંશી સરવૈયા (જેતપુર, કેરાડી)એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આયખું ટૂંકાવતા પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. 

મા ઉમિયાના પાયાના પિલ્લર બનવા દેશ વિદેશથી પડાપડી, આટલા પિલ્લર તો એડવાન્સમાં બુક

fallbacks

ભાવનગરઃ લગ્નના માંડવે દીકરીને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું તે જાણીને હૃદય ફાટી જશે!

સુસાઇડ નોટમાં વિદ્યાર્થીનીએ લખ્યું કે, પપ્પા સોરી મને માફ કરી દેજો ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો..ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે...મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું બોવ દુ;ખે છે. મૃતક વિદ્યાર્થીનીએ ' Good bye and sorry સાથે મેસેજ લખ્યો હતો. આ મામલે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. આ પ્રકારનું હૈયું હચમચાવતી કરુણ સુસાઈડ નોટ લખી હતી હાલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More