Home> Gujarat
Advertisement
Prev
Next

પિતરાઇએ બહેનને કહ્યું મારો ડોગી સાચવવા માટે મારી સાથે આવ અને પછી...

શહેરમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો છે. જે તેના પાલતુ શ્વાનને સાચવવા માટે સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પિતરાઇએ બહેનને કહ્યું મારો ડોગી સાચવવા માટે મારી સાથે આવ અને પછી...

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો છે. જે તેના પાલતુ શ્વાનને સાચવવા માટે સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

સોમવારે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નકલી પોલીસની સ્કવોર્ડ પહોંચી અને પછી...

બીજી તરફ સગીરાના મોત બાદ પરિવારે આ મામલે કોઇને જાણ કરી ન કરી હોવાથી હોસ્પિટલમાં લઇ ગયા બાદ સમગ્ર કેસ સામે આવ્યો હતો. એટલું જ નહીં સગીરાની  ડિલીવરી સમયે મૃત બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત નિપજ્યું હતું. આ મામલે ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. જેમાં બળાત્કારી પિતરાઇ ભાઇ જ નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. 

હાઇવે પર મધરાત્રે ફિલ્મી સ્ટાઇલે કરોડોની લૂંટનો પ્રયાસ, મુસાફરોએ પ્રતિકાર કર્યો અને...

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીરાને પિતા નહી હોવાથી માતા સાથે એકલા રહેતા હતા. અને પિત્તરાઇ ભાઇ પાસે શ્વાન હોવાથી સગીરા તેને સાચવવા માટે જતી હતી. ત્યારે એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે  ગત અઠવાડિયે સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તેને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તે 9 મહિના ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ડિલીવરી થઇ હતી અને મૃત બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ અચાનક સગીરાએ પણ દમ તોડી દીધો હતો. હાલમાં ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. જો કે નવ મહિના સુધી સગીરાની પ્રેગનન્સી અંગે કેમ કોઇને કંઇ જાણ ન થઇ તે મુદ્દે હજુ પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More