Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારી ડોક્ટરે નેવે મૂકી માનવતા, કેશ પેપરમાં લખ્યું- 'બૈરૂં કરડી ગયું', વ્યક્તિને આપ્યું ધનુરનું ઈન્જેક્શન

મહીસાગર જિલ્લાની વીરપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ડોક્ટરે કેશ પેપરમાં બૈરૂં કરડી ગયું તેમ લખ્યું છે. 

સરકારી ડોક્ટરે નેવે મૂકી માનવતા, કેશ પેપરમાં લખ્યું- 'બૈરૂં કરડી ગયું', વ્યક્તિને આપ્યું ધનુરનું ઈન્જેક્શન

મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં વીરપુરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે માનવતા નેવે મુકી છે. ડોક્ટરે કેશ પેપરમાં એવા શબ્દનો ઉલ્લેખ કર્યો કે જેનાથી વિવાદ ઉભો થયો છે. મહિલાના સન્માનને ઠેંસ પહોંચે તેવા શબ્દોનો ઉલ્લેખ ભણેલા ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. ઘટના એવી છે કે ડોક્ટરે કેશ પેપરમાં બૈરૂં કરડી ગયું તેવો ઉલ્લેખ કર્યો છે. 

fallbacks

મહીસાગર જિલ્લાની ઘટના
મહીસાગર જિલ્લામાં એક વ્યક્તિને પત્નીએ બચકું ભર્યું હોય તે હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ડોક્ટરે કેશ પેપરમાં બૈરૂં કરડી ગયાનો ઉલ્લેખ કરી ધનુરનું ઈન્જેક્શન આપ્યું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેશ પેપરમાં બૈરૂં કરડી ગયાનો ઉલ્લેખ એક ભણેલા ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. કૂતરું, સાપ કે અન્ય પ્રાણી કરડી જાય તેવું તો સાંભળ્યું છે પરંતુ આવું પ્રથમવાર સામે આવ્યું કે બૈરૂં કરડી ગયું. 

મહીસાગર જિલ્લાની વીરપુર સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની છે. હાલ તો આ ઘટના બાદ ડોક્ટર પર સવાલો ઉઠી રહ્યાં છે. આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે. હાલ તો સરકારી હોસ્પિટલનું કેશ પેપર ચર્ચાનો વિષય બન્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More