Home> Gujarat
Advertisement
Prev
Next

ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

શહેરનાં એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુ લેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. 

ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ : શહેરનાં એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુ લેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. 

fallbacks

ગુજરાતનો સૌથી ભ્રષ્ટ અધિકારી, અંબાણીને પણ શરમાવે તેવા વૈભવી ઠાઠ-ગાડીઓ સાથે જીવે છે વિરમ દેસાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, આગને કારણે આસપાસના વિસ્તારો તથા ગોડાઉનમાં પણ આગ ફેલાય તેવી શક્યતાને જોતા ફાયર વિભાગ દ્વારા હાલ તો આસપાસ આગ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી 11 વિકરાળ આગ લાગવાનાં બનાવો બન્યા હતા. જેમાં 40 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત 172 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અમદાવાદ પીરાણા ખાતે સાહિલ એન્ટરપ્રાઇઝ આગનો બનાવ બન્યા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું હતું. 40 જેટલી ફેક્ટરીઓ, કેમિકલ ગોડાઉન બંધ કરવામાં આવ્યા હતા. 

અરેરાટીભર્યો કિસ્સો, સુરતમાં બાઈક પર આવેલા લુખ્ખાઓએ કાન ચીરીને વૃદ્ધાની બુટ્ટી ખેંચી

રાજ્ય સરકાર દ્વારા પણ ફાયર સેફ્ટી અંગે કડક અમલ માટે નવા કાયદાઓ બનાવ્યા હતા. રાજ્યનાં દરેક હાઇ રાઇઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્ય સંકુલ, શાળા અને હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી અને એન.ઓસી મેળવવાનું દર 6 મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રાઇવેટ ઇનજનેરોને રોજગારી મળી રહે તે માટે તેમને પણ ફાયર સેફ્ટી ઓફીસરની પ્રેક્ટિસ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. તે માટેની તાલીમ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More