Home> Gujarat
Advertisement
Prev
Next

માસ્ક ના પહેરનારા સામે સરકારની કડક કાર્યવાહી, હવે 200 નહીં આટલા રૂપિયાનો થશે દંડ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને રૂપિયા 500નો દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.

માસ્ક ના પહેરનારા સામે સરકારની કડક કાર્યવાહી, હવે 200 નહીં આટલા રૂપિયાનો થશે દંડ

હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને રૂપિયા 500નો દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.

fallbacks

આ પણ વાંચો:- પિતાનો સંકલ્પ ચાલુ રાખવા પુત્રોએ ઘરે જ બનાવ્યા સવા લાખ અનોખા શિવલિંગ

રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, સરકાર દ્વારા પહેલા આ દંડ 200 રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ના પહેરી લોકો દ્વારા નિયમનો જાહેર ભંગ કરાતો હોવાથી સરકાર દ્વારા આ દંડમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવીમાં વરસાદ નોંધાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્કના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને રૂપિયા 500નો દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, મુખ્યમંત્રીએ નાગરિકો, પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમુલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More