Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

સુરતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન એક હત્યાનો બનાવ બન્યો છે. સામાન્ય બોલાચાલીમાં મિત્રો વચ્ચે બબાલ થઈ અને એક મિત્રએ બીજા મિત્રને છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ભોગ બનનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે. 

 સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતના સચિન વિસ્તારમા સામન્ય બાબતે બોલાચાલી થતા મિત્ર એ જ મિત્રની હત્યા કરી છે. પારડી ગામ પાસે ગરબા જોઈને ઘર પાસે મિત્રો ઊભા હતા. દરમિયાન મુકેશ માલીની પિયુષ નાયકા અને બટકા જોડે સામાન્ય બાબતે બોલા ચાલી થઈ હતી. બોલા ચાલી ઉગ્ર બનતા પિયુષ અને  મુકેશ પર ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. મુકેશને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. પોલીસે આરોપી મિત્ર પિયુષ નાયકાની ધરપકડ કરી છે.

fallbacks

સુરત શહેરનાં સચિન પારડી ગામમાં રહેતો મુકેશ માલી હીરા કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે દિવસ પહેલાં મુકેશ તેના મિત્રો સાથે ઘર પાસે જ ગરબા જોવા ગયો હતો. ગરબા પૂર્ણ થયા બાદ મિત્રો સાથે ઘરની બહાર ઊભા રહી વાતચિત કરી રહ્યા છે. દરમિયાન આરોપી પિયુષ નાયકા અને બટકા નામના આ બંને મિત્રો સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન મુકેશને માર મારવા લાગ્યા હતા. ત્યારે પિયુષ અને બટકાએ તેવોની પાસે રહેલ ચપ્પુ વડે મુકેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં મુકેશ ગંભીર ઇજાઓ પહોંચતા. તેના મિત્રો 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલમાં મુકેશની બે દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થવાની સાથે સચિન પોલીસ સ્થળે દોડી આવી હતી. મૃતકનાં ભાઈની ફરિયાદ લઈ આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ રસ્તા માટે રઝળતુ આખુ ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે આ છે વાસ્તવિકતા, આંદોલનની ચિમકી

મૃતક મુકેશના મિત્રએ જણાવાયું હતું કે અમે ઘરની બહાર ઉભા હતા. દરમિયાન અચાનક પિયુષ અને તેની સાથે એક યુવકે આવીને મુકેશ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલોમાં મુકેશને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. બીજી બાજુ મૃતકનાં ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ મુકેશ હીરા કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. નોકરી પરથી આવ્યા બાદ મિત્રો સાથે ગરબા જોવા ગયો હતો. ગરબા જોઈને પરત ઘરે આવ્યા બાદ ઘરની બહાર જ મિત્રો સાથે ઊભો હતા. તેના બે મિત્રો આવ્યા મુકેશ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલા ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેનું બે દિવસથી સારવાર બાદ મોત નિપજ્યું છે.

આ ઘટના સચિન પોલીસે પારડી ગામમાં ગામમાં રહેતો હત્યારો મિત્ર પિયુષ નાયકની ધરપકડ કરી છે. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે ગત તારીખ 7-10-2024 નાં રોજ બંને મિત્રોએ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ અન્ય મિત્રને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનામાં સૌપ્રથમ 326 મુજબનો ગુનો દાખલ નોંધાયો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા પોલીસે 302 મુજબનો ગુનો દાખલનો નોંધ્યો છે. આ ઘટનામાં આરોપીને પકડી પાડ્યો છે. આ ગુનામાં પોલીસે પિયુષ નાયકાની ધરપકડ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More