ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત સહિત 11 રાજ્યોમાં બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભરેલા ઈમેલ કરનાર યુવતીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈથી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફી પ્રેમમાં પ્રેમીને ફસાવવા માટેથી આઇપીએલ મેચ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પ્લેન ક્રેશ સમયે સિવિલ હોસ્પિટલને મેલ કરી પ્લેન ક્રેશની જવાબદારી વાળો ખોટો ઇમેઇલ કર્યા હતો.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઊભેલી યુવતીનું નામ રેની જોશિલડા છે. જેનો અભ્યાસ BE અને રોબોટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને હાલ આઇટીની usa સ્થાપિત ડેલોઈટ કંપનીમાં સિનિયર કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે. આટલો ઉચ્ચ અભ્યાસ અને આટલી ઉચ્ચ હોદ્દા પર નોકરી કરવા છતાં કામ કર્યા છે આ યુવતી એ એક સાયબર આતંકી જેવા જેના કારણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચેન્નઈ ખાતેથી ધરપકડ કરીને રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે એવું તો શું કર્યું છે આ યુવતીએ આવો પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જેસીપી પાસે થી સંભાળીએ..
અમદાવાદ સહિત દેશના 11 રાજ્યોની પોલીસને દોડતી કારનાર આ યુવતીનું નામ રેની જોશીલડા છે. સાયબર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલ આ યુવતીના કિસ્સાથી સાબિત થાય છે કે એક તરફી પ્રેમની પરાકાષ્ટા જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે ભાલભલાને દોડતા કરી દે છે આ કિસ્સામાં પણ એવું જ છે ચેન્નઈની રેનીને તેની કંપનીમાં કામ કરતા દિવીજ પ્રભાકર સાથે એક તરફી પ્રેમ થયો, તેને પામવા માટેથી એના પ્રયાસ કર્યા પણ નિષ્ફળતા મળી હતી અને જ્યારે રેનીને ખબર પડી કે દિવીજ પ્રભાકરના લગ્ન થવાના છે ત્યારે મનોમન નક્કી કરી લીધું કે પ્રેમનો બદલો લેવા માટેથી દિવીજને કાયદાની ચુંગાલમાં ફસાવીને રહેશે. ત્યારથી જ રેની એ દેશના અલગ અલગ રાજ્યની શાળા હોસ્પિટલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હવાઈ મથકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ભરેલા ઇમેઇલ કર્યા.
એટલું જ નહીં પણ રેનીએ અમદાવાદમાં પ્લેન ક્રેશ બાબતે સિવિલ હોસ્પિટલને ઇમેઇલ કરીને પ્લેન ક્રેશની જવાબદારી સ્વીકારી હતી. આરોપી રેનીના આ ઈમેલે છેલા બે વર્ષથી દેશના અલગ અલગ રાજ્યની પોલીસને દોડતી કરી હતી પરંતુ કહેવાય છે ને કે ગુનેગારો ગમે તેટલું શાતિર હોય પણ છેલા ઈમેલમાં એક ચૂક કરી ગઈ અને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ તેના સુધી પહોંચી ગઈ અને ધરપકડ કરી લીધી હતી.
ધરપકડ કર્યા બાદ રેની જોશિલડાની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2022થી રેની આ પ્રકારે ધમકી ભરેલા ઇ-મેઇલ દેશના અલગ અલગ સંસ્થાને કરતી અને બાદમાં પુરાવાનો નાશ કરી દેતી હતી. રેની પોલીસના હાથે પકડાય નહીં તે માટેથી ડાર્ક વેબ, અલગ અલગ દેશના વીપીએન અને ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરતી હતી.
સાથે જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી રેનીના ફોનમાંથી 80થી વધુ વર્ચ્યુઅલ નંબર પણ મેળવ્યા સાથે સાથે જ અત્યાર સુધીમાં 100થી વધુ ધમકી ભરેલા ઇમેઇલ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જે પણ ઇમેઇલ કરતી હતી. તેમાં પ્રેમી દિવિજ પ્રભાકરનું પણ નામ લખતી હતી. જેનાથી પોલીસને દિવીજ પ્રભાકર પર શંકા જાય અને અનેક વખત પોલીસે દિવીજ પ્રભાકરની તપાસ કરી ચૂકી હતી, પણ કઈ મળી ન આવતું. આરોપી રેની જોશિલડા ફેંક સોશિયલ મીડિયાના એકાઉન્ટ પણ ઉપયોગ કરતી હતી ત્યારે પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે આરોપી રેની એટલી શાતિર છે કે પોલીસ તપાસ ના સહકાર આપી રહી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે