Home> Gujarat
Advertisement
Prev
Next

તાજા જન્મેલા નવજાત શિશુને માતાએ હેવાન બનીને બાવળની કાંટમાં છુટ્ટું ફેંકી દીધું! આ ઘટના વાંચી હ્રદય દ્રવી ઉઠશે!

ભાવનગર શહેરમાં માતા કુમાતા બની છે. બાવળની કાંટમાં નવજાત શિશુને ફગાવી દેવાનો કરુંણ બનાવ સામે આવ્યો છે. ઘટના શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ વસંતવિહાર સોસાયટી નજીક બની છે. તાજા જન્મેલા નવજાત શિશુને તેની માતાએ હેવાન બનીને બાવળની કાંટમાં ફગાવી દીધુ હતું.

તાજા જન્મેલા નવજાત શિશુને માતાએ હેવાન બનીને બાવળની કાંટમાં છુટ્ટું ફેંકી દીધું! આ ઘટના વાંચી હ્રદય દ્રવી ઉઠશે!

ઝી બ્યુરો/ભાવનગર: માતાનો સંબંધ આ ઘરતી પરનો સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. માતા વિશે અનેક કવિતા, લેખો લખવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં માતા જ કુમાતા બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માતાના સંબંધો ફરી એકવાર કળિયુગી દુનિયામાં મરી પરવાર્યા છે. આ ઘટનામાં એક માત્રાએ જે કર્યું છે તે વાંચીને જ હૃદય હચમચી જાય એમ છે. ભાવનગર શહેરમાં માતાએ બાવળના કાંટામાં નવજાત શિશુને ફેકી દીધુ હોવાનો કરુંણ બનાવ સામે આવ્યો છે.

fallbacks

ભાવનગર શહેરમાં બાવળની કાંટમાં નવજાત શિશુને ફગાવી દેવાનો કરુંણ બનાવ સામે આવ્યો છે. ઘટના શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ વસંતવિહાર સોસાયટી નજીક બની છે. તાજા જન્મેલા નવજાત શિશુને તેની માતાએ હેવાન બનીને બાવળની કાંટમાં ફગાવી દીધુ હતું. પરંતુ નવજાત શિશુના ભાગ્યમાં નવું જીવન લખ્યું હશે માટે બાવળની કાંટમાં પણ કલાકો સુધી જીવિત લટકતું રહ્યું છે. સ્થાનિક વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરતા મેડિકલની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. મેડિકલ ટીમ દ્વારા બાવળની કાંટમાં લટકતા નવજાત શિશુને સહી સલામત બહાર કાઢ્વામાં આવ્યું હતું. હાલ આ નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે.

વિચાર માત્રથી સામાન્ય વ્યક્તિનું હ્રદય દ્રવી ઉઠે!
ભાવનગર શહેરમાં બનેલી આ ઘટનામાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક માતા આવું કેવી રીતે કરી શકે? શું તેનામાં જરાય માનવતા નહીં હોય? આવા અનેક સવાલો અત્યારે લોકો કરી રહ્યાં છે. આ વિચાર માત્રથી સામાન્ય વ્યક્તિનું હ્રદય દ્રવી ઉઠે! પરંતુ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે.

આવી માતાને કેવી રીતે પૂજનીય સમજવી?
હાલ આ નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. આવી માતાને કેવી રીતે પૂજનીય સમજવી? અત્યારે લોકો બાળકો માટે કેટલો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ અહીં તો ગંગા ઉલટી વહેતી જોવા મળી હોવાનું સામે આવ્યું છે. તાજા જન્મેલા બાળકે માતાએ બાવળોમાં ફેકી દીધું? જોકે, બાળકના ભાગ્યમાં જીવવાનું લખેલું હશે એટલે તે જીવી ગયું છે, અત્યારે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More