Home> Gujarat
Advertisement
Prev
Next

તાપીના વિરપોર ગામે ફેક્ટરીમાં અચાનક થયો પ્રચંડ બ્લાસ્ટ, દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત

તાપી જિલ્લામાં એક ફેક્ટરીમાં મશીન ઈન્સ્ટોલેશન સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. 

તાપીના વિરપોર ગામે ફેક્ટરીમાં અચાનક થયો પ્રચંડ બ્લાસ્ટ, દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત

તાપીઃ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપોર ગામે એક ફેક્ટરીમાં બપોરના સમયે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. વિરપોર ગામે બની રહેલ નવનિર્મિત ફેકટરીમાં હોટ વોટર મશીનરીના ઇનસ્ટોલેશન વેળાએ બ્લાસ્ટની ઘટના બની હતી. આદિશક્તિ નામની ફ્રુટ ફેકટરીમાં મશીનરીના ઈન્સ્ટોલેશન વેળાએ બ્લાસ્ટ થતા બેના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અન્ય બેને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

fallbacks

રાજકોટની કંપનીના કર્મચારીઓ વોટર હિટર મશીન ઇસ્ટોલેશન કરી રહ્યા હતા તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતા આ ગંભીર દુર્ઘટના બની હતી. પ્રાથમિક તબક્કે મૃતકો રાજકોટની કંપનીના હતા. મૃતકો પરપ્રાંતીય હોવાનું પણ હાલ પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે અને તેઓ કંપનીના મશીનરી ઈન્સ્ટોલેશન માટે આવ્યા હતા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે મશીનરીનો એક ભાગ બસોથી ત્રણસો મીટર દૂર પડ્યો હતો.. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત, આવતીકાલ સુધીમાં સુધી હટી જશે વિવાદિત શિલ્પચિત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More