Home> Gujarat
Advertisement
Prev
Next

ના હોય! લગ્ન કંકોત્રીમાં દારૂની બોટલ? શું તમે આજ દિન સુધી જોઇ છે આવી કંકોત્રી…, Photos વાયરલ

તાજેતરમાં લગ્નસરાની મૌસલ ચાલી રહી છે અને તેમાં અવનવી કંકોત્રી ચર્ચાનું વિષય બનતી હોયા છે. લગ્ન પ્રસંગમાં લોકો પોતાની મનપસંદ કંકોત્રી છપાવતા હોય છે. અને પોતાના સંબંધીઓને આમંત્રણ આપે છે.

ના હોય! લગ્ન કંકોત્રીમાં દારૂની બોટલ? શું તમે આજ દિન સુધી જોઇ છે આવી કંકોત્રી…, Photos વાયરલ

Wedding Card Viral Video: તાજેતરમાં લગ્નસરાની મૌસલ ચાલી રહી છે અને તેમાં અવનવી કંકોત્રી ચર્ચાનું વિષય બનતી હોયા છે. લગ્ન પ્રસંગમાં લોકો પોતાની મનપસંદ કંકોત્રી છપાવતા હોય છે. અને પોતાના સંબંધીઓને આમંત્રણ આપે છે. પરંતુ ક્યારેક લગ્નની કંકોત્રી યુનિક બનાવવાની ચક્કરમાં અમુક એવા કાર્ડ છપાવે છે જે સમાચારોમાં ન્યૂઝ બની જાય છે. હાલ સોશિયલ મીડિયામાં એક આવી જ કંકોત્રી વાયરલ થઈ રહી છે. કાર્ડની અંદર ત્રણ પેઈઝ પર લગ્ન વિશેની તમામ જાણકારી બાદ કાર્ડ બોક્સની છેલ્લે ડ્રાય ફ્રુટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી રાખવામાં આવી છે. 

fallbacks

fallbacks

સોશિયલ મીડિયા પર તાજેતરમાં લગ્નનું એક કાર્ડ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ મેરેજ કાર્ડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે લોકો પોતાના અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ લગ્ન કાર્ડ કોનું અને ક્યાંનું છે તે અંગે કોઈ માહિતી મળી નથી.

કાર્ડ બોક્સના અંતે ડ્રાય ફ્રુટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી
તમે ફોટામાં જોઈ શકો છો કે કાર્ડની અંદર ત્રણ અલગ-અલગ પૃષ્ઠો પર લગ્ન વિશેની તમામ માહિતી છે, પરંતુ સૌથી વધુ રસપ્રદ જોવાનું બાકી છે. કાર્ડ બોક્સના અંતે સૂકો મેવો અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી છે. આ મેરેજ કાર્ડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે લોકો પોતાના અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે. 

fallbacks

એક અનન્ય કાર્ડ
એ જ રીતે, બીજા લગ્નનું કાર્ડ જે થોડા દિવસો પહેલા વાયરલ થયું હતું, મહેમાનોને વચન આપવાનું કહ્યું હતું. ગ્રેટર નોઈડા સ્થિત ચૌધરી પ્રવીણ ભારતીએ તેમના નાના ભાઈના 26 ફેબ્રુઆરીના લગ્ન માટે એક અનોખું કાર્ડ છાપ્યું છે. તેમણે લોકોને તેમના ગામમાં પુસ્તકાલય બનાવવાની અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More