Home> Gujarat
Advertisement
Prev
Next

ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, સરકારે 1382 PSIની ભરતી કરી

પીએસઆઈની પરીક્ષા આપ્યા બાદ અંતિમ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોને સરકારે તહેવાર સમયે મોટી ભેટ આપી છે. 

ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, સરકારે 1382 PSIની ભરતી કરી

ગાંધીનગરઃ રાજ્યમાં હવે ચૂંટણીની જાહેરાત થવામાં ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે રાજ્ય સરકારે 1382 પીએસઆઈ (PSI) ની ભરતીનું ફાઈનલ મેરિટ લિસ્ટ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના આઈપીએસ અધિકારી વિકાસ સહાયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

fallbacks

ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે ચૂંટણી પહેલા 1382 પીએસઆઈની પોસ્ટનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જે 180 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી થઈ નથી તેનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 1200થી વધુ પાસ થયેલા ઉમેદવારોને 29 ઓક્ટોબરે પસંદગી પત્ર આપવામાં આવશે.

આ પહેલા રાજ્યના ગૃહ વિભાગે 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્ય સાથે લોકરક્ષક દળની 10 હજારથી વધુ જગ્યા ભરવાની જાહેરાત કરી હતી. આ માટે 9 લાખથી વધુ અરજીઓ આવી હતી. આ સિવાય સરકારે બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5200 જેટલી જગ્યા, હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યા અને એસઆરપી કોન્સ્ટેબલની 4450 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More