Home> Gujarat
Advertisement
Prev
Next

યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના ઘટી! વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો, 10 ઘાયલ, એકનું મોત

પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં પથ્થરની કુટિરનો ઘુમ્મટ તૂટ્યો છે. જેમાં યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગ પાસે ઘુમ્મટ તૂટી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો દબાતા ઈજાગ્રસ્ત થયા છે.

યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના ઘટી! વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો, 10 ઘાયલ, એકનું મોત

ઝી બ્યુરો/પંચમહાલ: યાત્રાગામ પાવાગઢમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. માચી ખાતે નવીન બની રહી ઘુમ્મટના પથ્થર ધરાશાયી થયા છે. દુર્ઘટનામાં ત્રણ યાત્રિકો પથ્થર નીચે  દબાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરાયું છે અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે અફરા તફડીનો માહોલ મચ્યો હતો. 

fallbacks

BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી

પાવાગઢ ખાતે બનેલી આ દુર્ઘટનામાં જાણવા મળ્યું છે કે અચાનક ભારે પવન સાથે વીજળી પડતા ઘટના બની હોવાની લોકચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ખરતાં વાળથી લઈ ટાલની સમસ્યા દુર કરી શકે છે પારિજાતના ફૂલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં પથ્થરની કુટિરનો ઘુમ્મટ તૂટ્યો છે. જેમાં યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગ પાસે ઘુમ્મટ તૂટી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો દબાતા ઈજાગ્રસ્ત થયા છે. જેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

બરાબર 10 દિવસ પછી આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ, કારણ પણ છે ખાસ!

બદલાયેલા વાતાવરણ વચ્ચે બની દુર્ઘટના
માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પાવાગઢમાં બનેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા છે, જેમણે તાત્કાલિક સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકચર્ચા ચાલી રહી છે કે, પાવાગઢના માંચી ખાતે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. 

વીજળી પડતા ઘટના બની હોવાની માહિતી
પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો.

ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા હતા. જો કે પથ્થરની નીચે દટાયેલા તમામ લોકોનું સ્થાનિકોએ  રેસ્ક્યૂ કર્યુ છે. આ ઘટનામાં એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, દટાયેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More