Home> Gujarat
Advertisement
Prev
Next

સુરેન્દ્રનગરમાં આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા, શરીરના અંગો કાપી નાંખ્યા, પરિવારમાં કલ્પાંત સર્જાયો

સુરેન્દ્રનગર શહેરની વિમલ નાથ સોસાયટીમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જુના ઝઘડાનું અને મનદુ:ખનું વેર રાખી અને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, ત્યારે 55 વર્ષના આધેડ મહેબુબભાઇ મુલતાનીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગરમાં આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા, શરીરના અંગો કાપી નાંખ્યા, પરિવારમાં કલ્પાંત સર્જાયો

સુરેન્દ્રનગર: આજકાલ રાજ્યમાં ક્રાઈમના કેસ વધી રહ્યા છે, ત્યારે  સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી નજીક આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથડથી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે.

fallbacks

સુરેન્દ્રનગર શહેરની વિમલ નાથ સોસાયટીમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જુના ઝઘડાનું અને મનદુ:ખનું વેર રાખી અને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, ત્યારે 55 વર્ષના આધેડ મહેબુબભાઇ મુલતાનીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. દિલીપ સિંહ ઝાલા, ચેતન સિંહ ઝાલા, રવિરાજ સિંહ ઝાલા આ ત્રણેય ભાઈઓ દ્વારા મહેબૂબ ભાઈ પણ હુમલો કર્યો છે અને મોતને ઘાટ ઉતર્યા છે.

ગુજરાતના અંબાલાલ પટેલની ધ્રુજાવી નાખે તેવી આગાહી! આ દિવસોમાં ફરી પડશે કાતિલ ઠંડી

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવને લઈ કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સામે આવી છે. હત્યારાઓએ હત્યા કરી અને આધેડના શરીરના અંગો પણ કાપી નાખ્યા છે. જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોષી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. મૃતક આધેડની ડેડ બોડીને પી.એમ માટે ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 

હર્ષ સંઘવીએ લોકોને બે હાથ જોડીને કહ્યું; કોઈનું જીવન કે પરિસ્થિતિ ન બગડી તે વિચારજો

આધેડના મોત બાદ પરિવારમાં પણ કલ્પાંત સર્જાયો છે અને ઘરમાં આવી અને ત્રણ શખ્સો દ્વારા વિમલના સોસાયટીમાં આવેલ આધેડના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી અને હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ મામલે મૃતકની પત્નીને પણ ગંભીર ઈજા થઈ છે તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલની પરિસ્થિતિ મુજબ પોલીસ એ ત્રણ શખ્સો સામે 302 અને 307 ની કલમ અનુસાર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More