ઉદય રંજન/અમદાવાદ: શહેરના રાણીપમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાણીપના ઠાકોર વાસમાં બુધવારે મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી. જેમાં કાંતિજી ઠાકોર નામના આધેડની અજય ઠાકોર ઉર્ફે સુનિલે હત્યા કરી હતી. અગાઉના ઝગડાની અદાવત રાખીને આરોપીએ છરાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા આધેડનું મોત થયું હતું.
Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?
આ ઘટનાની જાણ થતા રાણીપ પોલીસ ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સામે આરોપી સુનિલ ઠાકોરને પણ મારામારી દરમિયાન માથામાં ઇજાઓ થઈ હોય પોલીસે તેને રાઉન્ડ અપ કરીને પોલીસ જાપ્તા સાથે સારવાર માટે ખસેડાયો છે.
ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે થોડાક સમય પહેલા મૃતકના ભાઈ અને આરોપીના પરિવાર વચ્ચે ઘર બનાવવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મૃતકે આરોપીને તે સમયે ઠપકો આપ્યો હતો અને એ બાબતની અદાવત રાખીને આ હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે.
સરગવાની ખેતીમાં લખપતિ બની ગયો ગુજરાતનો ખેડૂત, વાર્ષિક કમાણી 20 લાખ રૂપિયા
હાલ તો રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની સારવાર પૂર્ણ થયા બાદ ધરપકડ કરી પૂછપરછ માટેની પ્રક્રિયા હાથ ધરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે