Home> Gujarat
Advertisement
Prev
Next

નરોડામાં સગીરાએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, પરંતુ સ્મશાન ગૃહમાં યુવકે એવું જોઈ લીધું કે....

જો કે સ્મશાન ગૃહમાં કામ કરતાં યુવકે સગીરાના ગળા પર ઇજાના નિશાન જોતા તેને શંકા ગઇ હતી. જેથી તેણે આ અંગેની જાણ પોલીસને કરી હતી. 

નરોડામાં સગીરાએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, પરંતુ સ્મશાન ગૃહમાં યુવકે એવું જોઈ લીધું કે....

ઉદય રંજન/અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં સગીરાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નરોડા વિસ્તારમાં રહેતી એક સગીરાએ આજે બપોરના સમયે ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. 

fallbacks

રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને HCમાં પડકાર્યો, 'મોદી' અટકના બદનક્ષી કેસમાં ફરી

જો કે તેના પરિવારજનો પોસ્ટમો્ટમ કરાવવા માંગતા ના હોવાથી પોલીસને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર માટે નરોડા સ્મશાન ગૃહ ખાતે લઇ ગયા હતાં. જો કે સ્મશાન ગૃહમાં કામ કરતાં યુવકે સગીરાના ગળા પર ઇજાના નિશાન જોતા તેને શંકા ગઇ હતી. જેથી તેણે આ અંગેની જાણ પોલીસને કરી હતી. 

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATS કરશે પુછપરછ

ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને સગીરાના મૃતદેહને પોસ્ટમોટ્મ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે સગીરાના પરિવારજનોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે સગીરા અભ્યાસને લઇને કેટલાક દિવસથી તણાવમાં રહેતી હતી. જેથી તેણે આ પગલું ભર્યું હોઇ શકે છે. જો કે તેઓ પોસ્ટમોટ્મ કરાવવા માંગતા ના હોવાથી પોલીસને આ બાબતની જાણ કરી ના હતી.

શિક્ષકે હેવાનિયતનો હદો કરી પાર! સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, અનેકવાર શરીરસુખ માણ્યું!

તો બીજી તરફ પોસ્ટમોટ્મના પ્રાથમિક રીપોર્ટમાં સગીરાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ પરિવારજનોને પોલીસને જાણ કર્યા વગર જ શા માટે અંતિમ સંસ્કાર કરવા લઇ ગયા તે પણ એક સવાલ છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે હકીકત જાણવા તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More