મૌલિક ધામેચા/ અમદાવાદ : શહેરના ઓઢવ વિસ્તારમાં એક નરાધમે બાળકીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓઢવના એક એપાર્ટમેન્ટના ધાબા પર આ હેવાને બાળકી સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હેવાને પાંચ વર્ષની નાની બાળકીને રમવા માટે ગઈ હતી. તે સમયે આરોપીએ બાળકીને રમાંડવાના બહાને ધાબા પાર લઇ ગયો હતો. ધાબા પર લઈ જઈને બાળકીને ગુપ્તાંગ પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે ધાબા પર ઘરના સભ્યો આવી જતા આરોપીની કરતૂતો સામે આવી હતી.
બનાસકાંઠા: અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પર ગાડી પલટી, 5નો આબાદ બચાવ
આસપાસના સોસાયટીના રહીશોએ આ 23 વર્ષના યુવકને પોલીસને સોંપ્યો હતો. આરોપીએ કરેલા કરતૂતોના લીધે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. પોતાની હવસનો શિકાર નાની બાળકીને બનાવવા જતા આ આરોપીને ઓઢવ પોલીસે પકડીને જેલ હવાલે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં કોઇ પણ સંબંધમાં બાળકી કે યુવતી સુરક્ષીત હોય તેવું નથી લાગતું. ખાસ કરીને ગુજરાત કે જે મહિલાઓ માટે સુરક્ષીત માનવામાં આવતું હતું, ત્યાં પણ હાલમાં જ દુષ્કર્મનાં કિસ્સાઓ અને છેડતીનાં કિસ્સાઓ ચિંતાજનક હદે વધી રહ્યા છે. જે પોલીસ માટે પણ એક મોટો પડકાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે