Home> Gujarat
Advertisement
Prev
Next

LIVE VIDEO: કંપારી છૂટી જાય તેવી ઘટના! સુરતમાં આકાશ તરફ જોયું'ને મોત મળ્યું, મોતના મશીને લીધો જીવ

એક કારખાનામાં ઉપરથી કોમ્પ્રેશર મશીન નીચે પટકાતા નીચે ઉભેલા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે.  40 વર્ષીય લાલન મિશ્રાનું મોત થતાં પોલીસે અકસ્માત મોતનું ગુનો નોઁધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

LIVE VIDEO: કંપારી છૂટી જાય તેવી ઘટના! સુરતમાં આકાશ તરફ જોયું'ને મોત મળ્યું, મોતના મશીને લીધો જીવ

ઝી બ્યુરો/સુરત: સુરતના સલાબતપુરામાં કંપારી છૂટી જાય તેવી એક ઘટના સામે આવી છે. સુરતના સલાબત પુરામાં ઉપરના માળેથી મશીન પડતાં નીચે ઊભા વ્યક્તિનું મોત થયું છે. 40 વર્ષીય લાલન મિશ્રા ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યા હતા, ત્યારે ઉપરથી મશીન પડ્યું હતું. આ ઘટનામાં પોલીસે અકસ્માત મોતનું ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

fallbacks

કમ્પ્રેશર મશીન પટકાતા કમકમાટી ભર્યું મોત
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના સલાબત પુરામાં આવેલી એક કારખાનામાં ઉપરથી કોમ્પ્રેશર મશીન નીચે પટકાતા નીચે ઉભેલા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે.  40 વર્ષીય લાલન મિશ્રાનું મોત થતાં પોલીસે અકસ્માત મોતનું ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના જય ઇન્ડ્રસ્ટ્રીયલ પ્લોટ નંબર 131માં ઘટી છે.  40 વર્ષના લાલન મિશ્રાનું ઘટના સ્થળે કરૂણ મોત થયું છે. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. 

સૌ પ્રથમ આ સીસીટીવી ફૂટેજ જુઓ...કારખાના ઉપરથી કમ્પ્રેશર મશીન અચાનક એક યુવક પર પડ્યું અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના સુરતના સલાબતપુરા વિસ્તારની છે કે જ્યાં બે યુવક ટેમ્પામાં સામાન ચડાવી રહ્યા હતા. આ દરમિયાન કમ્પ્રેશર મશીન નીચે પડ્યું અને લાલન મિશ્રા નામનો યુવક મોતને ભેટ્યો. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More