Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર: ઢાંઢાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં પિતા લાલઘૂમ, પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ

11 ડિસેમ્બરે જામનગરની એક શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે એક લંપટ રોમાન્સ કરતો ઝડપાયો હતો. સફેદ વાળ થઇ ચુકેલા દાદા જેવા શખસે પોતાની પૌત્રીની ઉંમરની આશરે 12 વર્ષની ઉંમરની તરૂણી સાથે રોમાન્સ કરતો ઝડપાયો હતો.

જામનગર: ઢાંઢાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં પિતા લાલઘૂમ, પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ

મુસ્તાક દલ/જામનગર: બે દિવસ પહેલા દીકરી સમાન એક વિદ્યાર્થીની સાથે તેના દાદાની ઉંમરના લંપટનો કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. આ અહેવાલ વારંવાર ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરીને દીકરીઓની સુરક્ષા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે. લાખોટા તળાવ પર સગીરા સાથે શારીરિક અડપલા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંતે ઢાંઢા વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. 

fallbacks

જામનગરના ગોકુલનગરમાં રહેતા લંપટ આધેડ ઉંમરના આરોપી ભાયાભાઈ આંબલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચારેબાજુ હડકંપ મચી ગયો છે. સગીરાએ આધેડ સાથે અગાઉ શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં તેના પિતાએ આધેડ વિરૂધ્ધ પોક્સોની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. ઝી 24 કલાક દ્વારા શનિવારના રોજ સમગ્ર અહેવાલ રજૂ કરાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

fallbacks

શું હતી જામનગરમાં બનેલી સમગ્ર ઘટના?
11 ડિસેમ્બરે જામનગરની એક શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે એક લંપટ રોમાન્સ કરતો ઝડપાયો હતો. સફેદ વાળ થઇ ચુકેલા દાદા જેવા શખસે પોતાની પૌત્રીની ઉંમરની આશરે 12 વર્ષની ઉંમરની તરૂણી સાથે રોમાન્સ કરતો ઝડપાયો હતો. હદ તો ત્યારે થઇ હતી જ્યારે તે તરૂણી સાથે પિતાની ઓળખ આપીને અંદર પ્રવેશ્યો હતો. ત્યાર બાદ બંન્ને એક ખુણામાં જતા રહેતા સ્થાનિક તંત્રને શંકા પડી હતી. 

fallbacks

જામનગરના લાખોટા તળાવમાં પિતાની ઓળખ આપીને એક 12-15 વર્ષની તરૂણી સાથે આ વ્યક્તિ પ્રવેશ્યો હતો. બગીચામાં પ્રવેશ્યા બાદ તેની ઢાંઢો શખસ અને સગીરાની હિલચાલ શંકાસ્પદ લાગી રહી હતી. આ ઉપરાંત આ બંન્ને ખુણામાં બેસવા માટે જતા રહ્યા હતા. જેના કારણે આખરે તંત્ર દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા બંન્ને રોમાન્સ કરી રહ્યા હતા. જેના પગલે તરૂણીની ઉંમર જોતા તે કોઇ ખોટા હાથમાં ન ફસાય તે માટે સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 

fallbacks

50 વર્ષની ઉંમરના આધેડે સમાજની શરમ નેવે મૂકી 12 થી 15 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા ચાલુ કર્યા હતા. આ વિશે સીસીટીવી ખુબ જ વાયરલ થઇ રહ્યા હતા. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે પોલીસ આ બંન્નેને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે ન તો તે બુઢાને મોઢા પર શરમ હતી ન તો તે તરૂણીના મોઢા પર શરમ હતી. બંન્ને જાણે કોઇ બહાદુરીભર્યું કામ કરીને જતા હોય તે પ્રકારે બેશરમીથી જઇ રહ્યા હતા. પોલીસ દ્વારા હાલ શું કાર્યવાહી થાય તેની રાહ જોવાઇ રહી છે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More