Home> Gujarat
Advertisement
Prev
Next

લાંછન રૂપ ઘટના! 6 વર્ષની બાળકી પર અશ્લીલ વીડિયો જોયા બાદ સગા કાકાએ આચર્યું દુષ્કર્મ, અડધી રાત્રે...

સોલા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર સગા કાકાએ જ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી આરોપી કાકાની ધરપકડ કરી છે.

 લાંછન રૂપ ઘટના! 6 વર્ષની બાળકી પર અશ્લીલ વીડિયો જોયા બાદ સગા કાકાએ આચર્યું દુષ્કર્મ, અડધી રાત્રે...

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં મહિલાઓની સાથે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના સોલા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર સગા કાકાએ જ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી આરોપી કાકાની ધરપકડ કરી છે

fallbacks

શહેરના સોલા સોલા પોલીસને કસ્ટડીમાં રહેલ આરોપી ક્યારે પોતાનો મોં કોઈને બતાવી નહીં શકે કારણ કે તેણે સંબંધો લજવ્યા છે. ઝડપાયેલ આરોપી એ પોતાની છ વર્ષની સગી ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ગત મોડી રાત્રે છ વર્ષની બાળકી અચાનક જ રડતા તેની માતા પાસે પહોંચી અને શરીરમાં દુ:ખાવો થતો હોવાની રજૂઆત કરી હતી. જે અંગે માતાએ પૂછપરછ કરતા બાળકીને કાકાએ તેની સાથે ખોટું કામ કર્યું હોવાની રજૂઆત કરી હતી. જે અંગે પોલીસને જાણ થતાં પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી કાકાની ધરપકડ કરવામાં આવી હતી.

સોલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની રજૂઆત લઇ પહોંચેલા માતા પિતાની હકીકત જાણ્યા બાદ પોલીસે બળાત્કારના આરોપીને ઘર નજીકથી જ ધરપકડ કરી હતી. જેમાં પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોયા બાદ ભત્રીજી સાથે દુષ્કર્મ કર્યું હતું. જેથી પોલીસે બળાત્કારના ગુનામાં કાકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

છેડતી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં મોટાભાગના કેસમાં ભોગ બનનારના પરિચિત જ આરોપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અજાણ્યા યુવકોની નજરોથી બચી જતી સગીરા અને મહિલાઓ પરિચિતની હવશથી કેવી રીતે બચશે તે એક મોટો પ્રશ્ન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More