Home> Gujarat
Advertisement
Prev
Next

NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ

અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.

NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ

અમરેલી: ગુજરાતના તરફ આવી રહેલા વાયુ વાવાઝોડાની રાત્રી દરમિયાન દિશા બદલાતા ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે. ત્યારે રાજ્યમાં ફેલાયેલી ભયની સ્થિતિ વચ્ચે પણ અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.

fallbacks

વધુમાં વાંચો:- રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર

પ્રાપ્ત માહિતી અનુસાર, વાયુ વાવાઝોડાની અસર વચ્ચે અમરેલીના કલેક્ટરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમરેલીમાં સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ કરવાની જરૂર પડી હતી. મહિલાને પીડા ઉપડતા એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી. આ મહિલાને પ્રસુતિ માટે NICUમાં લઇ જવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં પણ માલિયા વિસ્તારમાં એક મહિલાની પ્રસુતિ 108ની એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી હતી. હાલ તે માતા અને બાળકનું સ્વાસ્થ્ય સ્વસ્થ છે.

વધુમાં વાંચો:- 21 વર્ષ પહેલા પણ કંડલામાં ત્રાટક્યું હતું વાવાઝોડું, માનવીઓનાં મૃત્યુ આંકનો કોઇ હિસાબ નથી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભાગવનગર ખાતે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ત્યાંનાં કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજે રાત્રે, 12:30 વાગ્યે 15 ગર્ભવતી મહિલાઓને વાયુ વાવાઝોડાના કારણે મહુવા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. જેમાંથી 4 મહિલાઓની સફળ પ્રસુતિ કરવામાં આવી છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More