Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાનો રિપોર્ટ કરતા પહેલા કોઇ પણ ખાનગી લેબ.ને સિવિલ હોસ્પિટલની મંજૂરી લેવી પડશે

રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જો કે આ કોરોનાની સાથે સાથે માનસિક કોરોનાની સંખ્યામાં પણ એટલો જ વધારો થઇ રહ્યો છે. કેટલાક કિસ્સામાં લોકો સતત ઘરે રહીવાને કારણે અથવા અન્ય કારણોથી સામાન્ય બિમાર પડે તો પણ પોતાને કોરોના થયો તેવી માન્યતા સાથે દવાખાને પહોંચી જાય છે.

કોરોનાનો રિપોર્ટ કરતા પહેલા કોઇ પણ ખાનગી લેબ.ને સિવિલ હોસ્પિટલની મંજૂરી લેવી પડશે

અમદાવાદ : રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જો કે આ કોરોનાની સાથે સાથે માનસિક કોરોનાની સંખ્યામાં પણ એટલો જ વધારો થઇ રહ્યો છે. કેટલાક કિસ્સામાં લોકો સતત ઘરે રહીવાને કારણે અથવા અન્ય કારણોથી સામાન્ય બિમાર પડે તો પણ પોતાને કોરોના થયો તેવી માન્યતા સાથે દવાખાને પહોંચી જાય છે.

fallbacks

અમદાવાદમાં લોકડાઉનમાં છુટછાટ: બહાર જતા પહેલા આ જરૂર વાંચો નહી તો પસ્તાશો

જો કે સરકારી દવાખાનાઓ દ્વારા સરકારી રોફથી જ પ્રાથમિક પુછપરછ કરીને તેમને કોરોના નથી તેવું કહીને મોકલી દેવામાં આવે છે. અથવા તો વધારેમાં વધારે સ્ક્રિનિંગ કરીને પરત મોકલી દેવામાં આવે છે. આખરે વ્યક્તિ પોતાના આત્મ સંતોષ માટે ખાનગી લેબમાં પરિક્ષણ કરાવે છે. ખાનગી લેબ 4000થી 5000 રૂપિયામાં આ રિપોર્ટ કરી આપતી હોય છે. તેવામાં આ પરિક્ષણો અટકાવવા માટે સરકારે હવે પગલા ઉઠાવ્યા છે.

Corona Virus: છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ, 20 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 9592 પર પહોંચી

કોરોનાના ટેસ્ટ કરતી ખાનગી લેબ પર સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યું છે. ખાનગી લેબમાં પણ જો કોઇ વ્યક્તિ કોરોનાનું પરિક્ષણ કરાવવા ઇચ્છતી હશે તો સિવિલ હોસ્પિટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની પરવાનગી લેવી પડશે. સિવિલ હોસ્પિટલ પરવાનગી મળ્યા બાદ જ કોઇ વ્યક્તિ કોરોના રિપોર્ટ કરાવી શકશે. ખાનગી લેબોરેટરી દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીના લક્ષણો સાથેની માહિતી મોકલવી પડશે. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પરવાનગી આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારનાં ટેસ્ટને મંજુરી આપવા માટે ખાસ સમિતીની રચના કરી છે. જે આ પ્રકારનાં કિસ્સાઓમાં મંજુરી આપવી કે નહી તે જોવાનું કામ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More