Home> Gujarat
Advertisement
Prev
Next

બીમારીથી પીડાતા દર્દીઓ સાથે મોટો ખેલ, ગુજરાતમાંથી ઝડપાયો નકલી દવાનો જથ્થો

ગુજરાતમાં અત્યાર સુધી અનેક નકલી વસ્તુઓ મળી આવી છે. પછી ખાવા પીવાની વસ્તુ હોય કે સરકારી કચેરી કે અધિકારી... પરંતુ હવે નકલી દવાનો જથ્થો મળી આવતા દર્દીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીમારીથી પીડાતા દર્દીઓ સાથે મોટો ખેલ, ગુજરાતમાંથી ઝડપાયો નકલી દવાનો જથ્થો

ગાંધીનગરઃ નકલીનો કાળો કારોબાર રોજ આગળ વધી રહ્યો છે...ગુજરાતમાં એવું કોઈ વસ્તુ નથી જે તમને નકલી મળતી ન હોય...હવે તો નકલીનો વેપાર કરનારા લોકોએ હદ જ કરી નાંખે છે...દર્દીઓના જીવ સાથે પણ રમત રમવાના મોટા ખેલનો પર્દાફાશ થયો અને નકલી દવાઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે...ક્યાંથી ઝડપાયો નકલી દવાનો જથ્થો?...જુઓ આ અહેવાલમાં...

fallbacks

ગુજરાતમાં નકલી દવાઓનો કાળો કારોબાર ઝડપાયો છે... અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી, લગભગ 17 લાખ રૂપિયાની કિંમતનો નકલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓ દર્દીઓના જીવને જોખમમાં મૂકે તેવી હોવાનો ખુલાસો થયો છે....

અમદાવાદના બાપુનગરમાં આવેલી પારસ કેમિસ્ટ અને રાજકોટના મોટી ટાંકી ચોકમાં નિર્મલ મેડિકલ એજન્સીમાંથી નકલી દવાઓનો જથ્થો ઝડપાયો છે. રાજકોટમાં 32 સ્ટ્રીપ નકલી દવાઓ મળી, જે વડોદરાની ભવ્ય મેડિસિન્સમાંથી ખરીદાઈ હોવાનો વેપારીનો દાવો છે. આ દવાઓમાં ચોકનો પાવડર ઉમેરાયો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ આરોગ્ય ક્ષેત્રે રિસર્ચ માટે રાજ્ય સરકાર આપશે 10 લાખની સહાય, આ સ્કીમને મળી મંજૂરી

ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે આ મામલે તવાઈ બોલાવી છે. નકલી દવાઓના આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા તંત્ર સક્રિય થયું છે. પરંતુ સવાલ એ છે કે, આવા કૌભાંડો રોકવા માટે લાંબા ગાળાનું શું આયોજન છે?...

આવા કૌભાંડો રોકવા માટે લાંબા ગાળાનું શું આયોજન છે?
નાગરિકોએ કોઈ પણ દવા ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે...તો તંત્રએ પણ નાગરિકોને ઓરિજન દવા મળે અને દર્દીને તેના જીવનું જોખમ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More