Home> Gujarat
Advertisement
Prev
Next

રાતોરાત કમાઈ લેવાની લ્હાયમાં ભોળી પ્રજા સાથે ચેડાં! હવે ગુજરાતમાં અહીંથી ઝડપાયું નકલી તેલનો જથ્થો

પાટણના સિધ્ધપુર જીઆઇડીસીની મેટ્રો ઓઇલ મિલમાંથી લાખોની કિંમતનું શંકાસ્પદ તેલનો જથ્થો હાથ લાગ્યો છે. એસ.ઓ.જી અને ફૂડ વિભાગ દ્વારા સિદ્ધપુર GIDCમાં આવેલ 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં તેલનું ભેળસેળ યુક્ત લાખોની કિંમતનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

રાતોરાત કમાઈ લેવાની લ્હાયમાં ભોળી પ્રજા સાથે ચેડાં! હવે ગુજરાતમાં અહીંથી ઝડપાયું નકલી તેલનો જથ્થો

પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાજ્યમાં નક્લીની બોલબાલા વધી છે ક્યારેક નકલી ઘી તો ક્યારેક પનીર, બટર સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચાણ માટે ઉતારી રાતોરાત કમાઈ લેવાની લ્હાયમાં ભોળી પ્રજાનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

fallbacks

Gold Rate: હાશ હૈયે ટાઢક થઈ! સસ્તું સોનું લેવાની તક, સોનાના ભાવમાં આજે પણ ઘટાડો

પાટણના સિધ્ધપુર જીઆઇડીસીની મેટ્રો ઓઇલ મિલમાંથી લાખોની કિંમતનું શંકાસ્પદ તેલનો જથ્થો હાથ લાગ્યો છે. એસ.ઓ.જી અને ફૂડ વિભાગ દ્વારા સિદ્ધપુર GIDCમાં આવેલ 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં તેલનું ભેળસેળ યુક્ત લાખોની કિંમતનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગોડાઉન નો સંચાલક ભરત મોદી નામનો શખ્સ સહિત અન્ય બે શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. 

બાગપતમાં મોટી દુર્ઘટના, મંદિરનો એક હિસ્સો તૂટી પડવાથી 50 શ્રદ્ધાળુઓ દટાયા, 7ના મોત

પોલીસે ઘટના સ્થળેથી તેલની 4 ટાંકીમાં ભરેલ 10500 લીટર તેલ સાથેજ 15 લીટરના 262 ડબ્બા, 5 લીટરના 312 કેન, 2 લીટરના 400 કેન, 1 લીટરની 416 બોટલ, 500ml ની 680 બોટલ તેમજ તેલમાં ભેળસેળ કરવા વપરાતા વિટામિન A અને D ભરેલી એલ્યુમિનિયમની બોટલો સહિતનો મોટો જથ્થો મળી કુલ રૂપિયા ૨૦.૩૧ લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. 

18 વર્ષ બાદ પાપી ગ્રહનો શુક્ર સાથે દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે

તો આ ભેળ સેળ કરવાનું કેમિકલ ક્યાંથી લાવતા હતા, કોણ આપતું હતું. સહીતના અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. સાથે જ આ શંકાસ્પદ તેલ તેનું કયાં કયાં વેચાણ કરવામાં આવતું હતું. તપાસ પોલીસે હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More