Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: નિકોલમાં લૂંટનો પ્રયાસ, ઝપાઝપીમાં સોનીએ એક લૂંટારૂને ઝડપી લીધો

નિકોલનાં વિરાટનગરમાં આવેલી ક્રિષ્ના ગોલ્ડ પેલેસમાં બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા દેશી તમંચા દ્વારા ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર બાઇક પર આવેલા બે શખ્સો દ્વારા લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે ક્રિષ્ના ગોલ્ડ નામની જ્વેલરી શોપનાં માલિકે તમામ લૂંટારૂઓનો પ્રતિકાર કર્યો હતો. જેનાં કારણે લૂંટારૂઓ ભાગવા માટે મજબુર બન્યા હતા. આ ઝપાઝપીમાં જ્વેલરી શોપનાં માલિકે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.

અમદાવાદ: નિકોલમાં લૂંટનો પ્રયાસ, ઝપાઝપીમાં સોનીએ એક લૂંટારૂને ઝડપી લીધો

અમદાવાદ: નિકોલનાં વિરાટનગરમાં આવેલી ક્રિષ્ના ગોલ્ડ પેલેસમાં બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા દેશી તમંચા દ્વારા ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર બાઇક પર આવેલા બે શખ્સો દ્વારા લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે ક્રિષ્ના ગોલ્ડ નામની જ્વેલરી શોપનાં માલિકે તમામ લૂંટારૂઓનો પ્રતિકાર કર્યો હતો. જેનાં કારણે લૂંટારૂઓ ભાગવા માટે મજબુર બન્યા હતા. આ ઝપાઝપીમાં જ્વેલરી શોપનાં માલિકે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.

fallbacks

PAASની બેઠકમાં પહોંચી હાર્દિકની પત્ની કિંજલ, કહ્યું-20 દિવસથી મારા પતિ ઘરે નથી આવ્યા
બંન્ને પક્ષે થયેલી સામસામી ઝપાઝપીમાં દુકાનનાં માલિકને પણ ઇજાઓ થઇ હતી. ઉગ્ર જપાજપીનાં કારણે લૂંટારૂઓએ ભાગવું પડ્યું હતું. જો કે માલિકે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. હાલ તો ઘટના અંગે જાણ થતા ફરી એકવાર નિકોલ પોલીસ દોડતી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિકોલમાં લૂંટની આ બીજી ઘટના બની છે. અગાઉ સોનાનાં હોલસેલનાં વ્યાપારીને લૂંટી લેવામાં આવ્યો હતો. તે કેસનો ઉકેલ આવ્યો નથી ત્યાં ફરી બીજી લૂંટના પ્રયાસનો ગુનો બનતા નિકોલ પોલીસ દોડતી થઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More