Home> Gujarat
Advertisement
Prev
Next

AMC કોર્પોરેટરના ખોટા સ્ટેમ્પ બનાવીને આધારકાર્ડ સુધારવાના કૌભાંડનો પર્દાફાશ, એકની ધરપકડ

મહિલા કાઉન્સિલર ભાવનાબેન એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમ ના સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિ ઓ ઉપયોગમાં લઈ રહ્યા હોવાની જાણ થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં જેના આધારે આનંદનગર પોલીસે મનિષા મહંમદ અયુબ શેખ નમાની મહિલાની ધરપકડ કરી લીધી છે.

AMC કોર્પોરેટરના ખોટા સ્ટેમ્પ બનાવીને આધારકાર્ડ સુધારવાના કૌભાંડનો પર્દાફાશ, એકની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: શહેરના નવા વાડજ વિસ્તારમાં મહિલા કાઉન્સિલરના સ્ટેમ્પના ડુપ્લીકેટ સિક્કા બનાવીને આધાર કાર્ડમાં નામ બદલવાના ફોર્મમાં સિક્કા અને સહી કરી દેવાનો મામલો સામે આવ્યો છે. જેમાં આનંદ નગર પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે અને અન્ય એક આરોપી હાલ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યું છે.

fallbacks

કોંગ્રેસ એક્શન મોડમાં,પક્ષ વિરોધી પ્રવૃત્તિ મુદ્દે પ્રગતિ આહીર સહિત 2 નેતાઓ સસ્પેન્ડ

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં મહિલા કાઉન્સિલર ભાવનાબેન એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમના સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિઓ ઉપયોગમાં લઈ રહ્યા હોવાની જાણ થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં જેના આધારે આનંદનગર પોલીસે મનિષા મહંમદ અયુબ શેખ નમાની મહિલાની ધરપકડ કરી લીધી છે. અને ફરાર આરોપી દુર્ગા પ્રસાદ યાદવની શોધખોળ હાથ ધરી છે. 

શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી એક બિલ્ડીંગમાં એસ. એમ ડીઝીટલ નામની ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં મનીષા અને દુર્ગા પ્રસાદ કામ કરે છે અને આ દુર્ગા પ્રસાદ ઓફિસમાં આધાર કાર્ડ માં નામ બદલવા અને આયુષ્માન કાર્ડ નવા કાઢવાના હોય તેમાં કોર્પોરેટરની સહી સિક્કા ઓ કરી આપવાનું કામ કરી આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટની શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે કરાવી જીવના જોખમે સફાઈ, VIDEO વાયરલ

હાલ આનંદ નગર પોલીસે ઓફિસમાં કામ કરતી મનીષા શેખ નામની મહિલાની ધરપકડ કરી લીધી છે અને ફરાર આરોપી દુર્ગા પ્રસાદ ને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી નું કામ તો માત્ર ડોક્યુમેન્ટ રિસીવ કરવાનું રહેતું હતું. પરંતુ માસ્ટર માઈન્ડ દુર્ગા પ્રસાદ કે જે કોર્પોરેટર ના સહી અને સિક્કા ફોર્મ ઉપર કરીને આવતો હતો તેની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં તાર ક્યાં સુધી સંકળાયેલા છે તેની જાણ થઇ શકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More