Surat Accident News: સુરતના માંડવીમાં ટ્રક-બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં બોલેરો પિકઅપમાં સવાર કુલ 16 શ્રમિકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સોનગઢના નીંદવાણાથી ઉમરપાડાના ઉમરગોત ગામે આવ્યા હતા.
રાજકોટ નહીં ગુજરાતની અન્ય હોસ્પિટલના CCTV હેકની શંકા! મહિલાઓની પ્રાઇવસી જાહેર કરનાર
લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માંડવી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં ફરી એકવાર ગોઝારી ઘટના! પાંડવ કુંડમા ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત, 1નો બચાવ
આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો માંડવી ઝંખવાવ રોડ પર સથવાવ ગામ નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં બોલેરો પીકઅપમાં ઉમરપાડાથી મજુર લઇ તાપી જિલ્લામાં જઈ રહ્યા હતા. જ્યારે ટ્રક માંડવીથી ઝંખવાવ તરફ જતી હતી. ત્યારે બોલેરો પીકઅપ અને ટ્રક સામ-સામે અથડાયા હતા.
'તું મને શું આપીશ, તારો પિતા મને રોટલો-આશરો આપે છે, તારી સાથે શરીરસંબંધ બાંધ્યો તે..
આ અકસ્માતના કારણે બોલેરો પીકઅપમાં સવાર 1 મજુરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 3ના સારવાર દરમિયાન મોત થયા છે. 16 મજૂરો પૈકી અકસ્માતમાં કુલ 4ના મોત થયા છે અને 6 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ છે. ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નીંદવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત, શિક્ષણ વિભાગનો શું છે કાર્યક્રમ
મહત્ત્વનું છે કે, માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માંડવી પોલીસે ચારેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે