Home> Gujarat
Advertisement
Prev
Next

ચોંકાવનારો કિસ્સો! જામનગરના એક ગામડામાં 36 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પછી લાશની સાથે...

જામનગર જિલ્લાના નાઘેડી ગામે આવેલ લહેર તળાવની બાજુમાં ઝુંપડામાં રહેતા કિશોર ધાનસુરભાઈ સુમાત નામના 36 વર્ષીય ચારણ યુવકની માથાના ભાગે ગંભીર ઈજા કર્યા બાદ હત્યા નીપજાવવામાં આવતા અરેરાટી મચી છે.

ચોંકાવનારો કિસ્સો! જામનગરના એક ગામડામાં 36 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પછી લાશની સાથે...

મુસ્તાદ દલ/જામનગર: જામનગરના નાઘેડી ગામે યુવાનની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની નજીક આવેલ નાઘેડી ગામે ઝૂંપડામાં રહેતા 36 વર્ષીય યુવક પર અજાણ્યા શખ્સોએ પ્રથમ માથાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ઠંડે કલેજે યુવકની લાશને સળગાવી દીધાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે જિલ્લાભરમાં ચકચાર મચી છે.

fallbacks

નો ટેન્શન! આવી અંબાલાલની નવી આગાહી, એવું ના સમજતા કે ગુજરાતમાંથી વરસાદ ગયો, આ તો...
 
જામનગર જિલ્લાના નાઘેડી ગામે આવેલ લહેર તળાવની બાજુમાં ઝુંપડામાં રહેતા કિશોર ધાનસુરભાઈ સુમાત નામના 36 વર્ષીય ચારણ યુવકની માથાના ભાગે ગંભીર ઈજા કર્યા બાદ હત્યા નીપજાવવામાં આવતા અરેરાટી મચી છે. અજાણ્યા શખ્સોએ ખુન્નસભેર હુમલો કર્યા બાદ લાશને સળગાવી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ તાબડતોબ દોડી ગઈ હતી. જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા સૂચનો

બીજી બાજુ મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરતા પંચકોષી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુમાં હત્યારા સુધી પહોંચવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. લહેર તળાવ પાસે વસવાટ કરતા યુવકની હત્યાને લઈ હાલારભરમાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને ડીવાયએસપીની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરાઈ છે. હત્યા કરવાનું કારણ અકબંધ રહ્યું છે.

તમારા પેટની ચરબી ઘટાડી દેશે આ મસાલાનું પાણી, રાત્રે સૂતા પહેલા પીવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More