Home> Gujarat
Advertisement
Prev
Next

JAMNAGAR ના વિશ્વવિખ્યાત તાજિયાની કોરોનાને ધ્યાને રાખી સાદાઇથી ઉજવણી

શહેરમાં મહોરમની ઉજવણી વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે સતત બીજા વર્ષે આજે મોહરમ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા જામનગર ખાતે તાજિયાના વિશાળ જુલૂસ નહિ કાઢીને માત્ર માતમ ખાતે પડમાં તાજીયા રાખી મહોરમની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના માતામના પર્વ મહોરમમાં તાજીયાનું એક વિશેષ આકર્ષણ રહેતું હોય છે અને સતત બે મહિનાની જહેમતથી વિવિધ તાજિયા કમિટી દ્વારા આકર્ષક અને રંગબેરંગી તાજિયા બનાવવામાં આવતા હોય છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારની કોવિડ ગાઇડલાઇન પગલે મહોરમની સાદગી ઉજવણી જામનગરમાં કરવામાં આવી.

JAMNAGAR ના વિશ્વવિખ્યાત તાજિયાની કોરોનાને ધ્યાને રાખી સાદાઇથી ઉજવણી

જામનગર : શહેરમાં મહોરમની ઉજવણી વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે સતત બીજા વર્ષે આજે મોહરમ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા જામનગર ખાતે તાજિયાના વિશાળ જુલૂસ નહિ કાઢીને માત્ર માતમ ખાતે પડમાં તાજીયા રાખી મહોરમની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના માતામના પર્વ મહોરમમાં તાજીયાનું એક વિશેષ આકર્ષણ રહેતું હોય છે અને સતત બે મહિનાની જહેમતથી વિવિધ તાજિયા કમિટી દ્વારા આકર્ષક અને રંગબેરંગી તાજિયા બનાવવામાં આવતા હોય છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારની કોવિડ ગાઇડલાઇન પગલે મહોરમની સાદગી ઉજવણી જામનગરમાં કરવામાં આવી.

fallbacks

BHAVNAGAR સ્ટેટ ના જમાઇએ આપી મોટી ભેટ, દિલ્હી-સુરત અને મુંબઇ માટે ડાયરેક્ટ ફ્લાઇટ

જામનગર રાજવી પરિવાર દ્વારા રાજાશાહી સમયની ભેટ આપવામાં આવેલા  175 વર્ષ જુના ચાંદીના તાજીયા તેમજ 125 થી વધુ સમયથી જુના અમીધુણધોયાના તાજીયા તથા બેડીના લાઇટિંગ વાળા તાજીયા દ્વારા ઝુલુસ નહિ કાઢી પોતાના માતમ ખાતે જ મહોરમની પારંપરિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે વિવિધ તાજીયા ખાતે લોકોએ પોતાની માનતા પણ પૂરી કરી હતી.

VADODARA: 50 હજારનો પગાર છતા વ્યાજના ચક્કરને પહોંચી નહી વળતા આપઘાત

ખાસ કરીને શહેરના રાજમાર્ગો પર દર વર્ષે કાઢવામાં આવતા તાજીયાના જુલુસ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના સંક્રમણ વધે નહી તેની તકેદારીના ભાગરૂપે કાઢવામાં આવ્યા નથી અને પોલીસ વિભાગની સુચના મુજબ માત્ર માતમ ખાતે જ તાજીયા રાખી સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી અને હઝરત ઇમામ હુશેનની શહાદતની યાદમાં બનાવવામાં આવતા માતમના પર્વ મહોરમ ની ઉજવણી મુસ્લિમ સમુદાય દ્વારા આસ્થાભેર સાદગીપૂર્ણ કરવામાં આવી. ગઈકાલે સરઘસ રાત હતી અને આજે શહેરના તમામ વિસ્તારોમાં તાજીયા ટાઢા કરી મહોરમની ઉજવણી શાંતિ પૂર્ણ રીતે કરવામાં આવી હતી. જ્યારે શહેરમાં મહોરમ નિમિત્તે કોઇ પણ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં પણ રાખવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More