Home> Gujarat
Advertisement
Prev
Next

અકસ્માતના સમયે મોતના મુખમાંથી તમને બચાવશે “મિલજાયેગા” સ્ટીકર! જાણો કઈ રીતે કરે છે કામ

અકસ્માતના સમયે પીડિતના પરિવાર સુધી પહોંચવા ખાસ પહેલ. મિલ જાયેગા નામના સ્માર્ટ સ્ટીકર કરવામાં આવ્યા લોન્ચ. સ્ટીકરના QR કોડમાં હશે વાહનચાલકની માહિતી.

અકસ્માતના સમયે મોતના મુખમાંથી તમને બચાવશે “મિલજાયેગા” સ્ટીકર! જાણો કઈ રીતે કરે છે કામ

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે અકસ્માતના સમયે પીડિતના પરિવાર સુધી પહોંચવા માટે એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. 'મિલ જાયેગા' નામના સ્માર્ટ સ્ટીકર લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્ટીકરના QR કોડમાં વાહનચાલકની તમામ માહિતી હશે. 

fallbacks

અહીં કોઈની ખુરશી સલામત નથી! કદાવર નેતાનું સન્માન પણ ન જાળવ્યું, 2 દિવસમા ખુરશી ખેંચી

અકસ્માત/ કટોકટી, પાર્કિગમાં થતી અસુવિધા નિવારવા હાલ એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. “મિલજાયેગા” એપ્લિકેશન અમદાવાદના મણિનગરમાં આવેલી રુબ્સ સ્કૂલ કેમ્પસ દ્વારા શરૂ કરાઈ છે. અમદાવાદ સિટીના ટ્રાફિક DCP સફીન હસન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. “મિલજાયેગા” એ એક સ્માર્ટ સ્ટીકર છે, જે કોઈપણ ઘટના બને તો વાહનચાલકના પરિવાર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. આ સ્ટીકર પોલીસ તેમજ જે તે વ્યક્તિને શ્રેષ્ઠ ઉપચાર આપવા સક્ષમ થશે. 

Baba Venga Prediction: બાબા વેંગાની સૌથી ભયાનક ભવિષ્યવાણી! થઈ શકે છે આવા હાલ

શહેરમાં વધી રહેલા અકસ્માતોના પગલે રૂબ્સ સ્કૂલ દ્વારા સ્ટીકરો પોતાના બાળકોને આપવામાં આવ્યા હતા. અકસ્માતના કિસ્સાઓમાં ઇજાગ્રસ્તોના પરિવારજનો વિશે માહિતી મળતી હોતી નથી, જે આ સ્ટીકરથી મળી રહેશે. સાયકલથી લઇ ટ્રક સુધી આ સ્ટીકર લગાવી શકાશે, જેને મોબાઇલ વડે સ્કેન કરતા જે તે વ્યક્તિના ઇમર્જન્સી નંબર પર કોલ તેમજ મેસેજ કરવાનો વિકલ્પ આપશે. જો કોઇ વાહનનો પાર્કિંગ એરિયામાં પડ્યું હોય અથવા નડતરરૂપ બને તો પણ આ સ્ટીકર જે તે વાહનમાલિક સુધી પહોંચાડી શકશે. 

રાજકોટ એમ્સના પ્રમુખ પદેથી ડૉ. કથીરિયાનું રાજીનામું; સરકારને એકાએક કેમ થયો મોહભંગ?

આ વિશે અમદાવાદ સિટીના ટ્રાફિક DCP સફીન હસન કહ્યું કે, અકસ્માતના કિસ્સાઓમાં આ સ્ટીકર મહત્ત્વનું બનશે. પોલીસ તરફથી પણ બને તેટલો સહકાર આપવામાં આવશે. વાહનનો અકસ્માત ના થાય એ ઉદ્દેશ છે પરંતુ તમામ વાલીઓ લાયસન્સ વગર બાળકોને વાહન ના આપે તેવી અપીલ કરીએ છીએ. “મિલજાયેગા” સ્ટીકર સારી પહેલ છે, જેને આવકારીએ છીએ અને જે પણ જરૂરિયાત હશે પોલીસ તેમ સહયોગ કરશે.

ગુજરાતના શિક્ષકો માટે મહત્વના સમાચાર; પ્રાથમિક શાળામા વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More