Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હવે ઘરની બહાર રમતાં બાળકો પણ સલામત નથી! 6 વર્ષની બાળકી પર હુમલો

સુરતમાં ઘરની બહાર રમતાં બાળકો પણ નથી સલામત. ભેંસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 6 વર્ષની બાળકી પર કર્યો હુમલો. ZEE 24 કલાક પૂછે છે સવાલ, ક્યારે રખડતા શ્વાન સામે મનપા કાર્યવાહી કરશે.

ગુજરાતમાં હવે ઘરની બહાર રમતાં બાળકો પણ સલામત નથી! 6 વર્ષની બાળકી પર હુમલો

ઝી બ્યુરો/સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘર નજીક રમતી માસુમ 6 વર્ષની બાળકી ઉપર રખડતા શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરાતા બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીને હડકવા વિરોધી રસી આપ્યા બાદ પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. ઘટનાના પગલે સુરત મહાનગર પાલિકાની ખસિકરણ અને રસીકરણની કામગીરી સામે ફરી એક વખત સવાલ ઉભા થયા છે.

fallbacks

ગુજરાતમાં JN.1 વેરિયન્ટના 36 કેસ, આરોગ્ય મંત્રીએ કહ્યું ચિંતા કરવાની જરૂર નથી!

મૂળ યુપીવાસી વતની સુરજ વર્મા ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગણેશ નગર ખાતે પોતાના સહપરિવાર જોડે રહે છે. સૂરજ વર્માને સંતાનમાં માસુમ છ વર્ષની બાળકી છે. જે બાળકી પર રખડતા શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરાયો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુપીવાસી વતની પરિવારની માસુમ છ વર્ષની બાળકી ઘર નીચે રમી રહી હતી તે વેળાએ અચાનક આવી ચઢેલા રખડતા શ્વાને માસુમ બાળકીને બચકા ભરી લીધા હતા. તૂટી પડેલા શ્વાનને જોઈ સ્થાનિક લોકો બાળકીની મદદે દોડી આવ્યા હતા. 

એક ઈમેલ આવ્યો અને દોડતી થઈ પોલીસ, અમદાવાદ એરપોર્ટ પર કેમ પડીકે બંધાયા મુસાફરોના જીવ?

ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને પરિવારજનો સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા..જ્યાં હોસ્પિટલ ખાતે બાળકીને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ દ્વારા રજા આપી દેવામાં આવી હતી. પરંતુ સુરતમાં ફરી શ્વાનનો આતંક જોવા મળતા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી ખસીકરણ અને રસીકરણની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

2024માં બનશે વર્ષનો સૌથી મોટો 'મહા રાજયોગ', સોના-ચાંદીમાં રમશે આ 3 રાશિના લોકો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More