Home> Gujarat
Advertisement
Prev
Next

108ની ટીમે હાથ ધર્યું LIVE રેસક્યું ઓપરેશન, ડુબતી યુવતીને બચાવી લીધી

ઇમરજન્સી 108ની ટીમ દ્વારા જીવ બચાવવાનું કામ કરવામાં આવે છે. એમ્બ્યુલન્સ દ્વારા રેસક્યું ઓપરેશન પહેલીવાર જોવા મળ્યું હતું. આજે બનાસકાંઠાના દિયોદર ખાતે સલીમગઢ ખાતે 108ના સ્ટાફ દ્વારા આપઘાતની લાઇવ ઘટના જોવા મળી હતી. જો કે 108ની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આપઘાતનો પ્રયાસ કરનારી યુવતીને બચાવી લેવામાં આવી હતી. 

108ની ટીમે હાથ ધર્યું LIVE રેસક્યું ઓપરેશન, ડુબતી યુવતીને બચાવી લીધી

બનાસકાંઠા : ઇમરજન્સી 108ની ટીમ દ્વારા જીવ બચાવવાનું કામ કરવામાં આવે છે. એમ્બ્યુલન્સ દ્વારા રેસક્યું ઓપરેશન પહેલીવાર જોવા મળ્યું હતું. આજે બનાસકાંઠાના દિયોદર ખાતે સલીમગઢ ખાતે 108ના સ્ટાફ દ્વારા આપઘાતની લાઇવ ઘટના જોવા મળી હતી. જો કે 108ની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આપઘાતનો પ્રયાસ કરનારી યુવતીને બચાવી લેવામાં આવી હતી. 
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર 108ની એમ્બ્યુલન્સ ડિલીવરીનો કેસ લઇને પસાર થઇ રહી હતી. દરમિયાન સલીમગઢ નજીક સુજલામ સુફલામ કેનાલ નજીક એખ યુવતીએ કેનાલમાં પડતું મુક્યાનું સામે આવ્યું હતું. જો કે પાયલોટ દુરથી જ તે જોઇ જતા તેણે એમ્બ્યુલન્સને અટકાવી દીધી હતી. 

fallbacks

કેનાલમાં તુરંત જ દોરડા નાખ્યા હતા અને યુવતીને દોરડાઓ પકડી લેવા માટે જણાવ્યું હતું. જો કે યુવતી સ્ટાફનું નહી સાંભળતા પાણીમાં ગરકાવ થવા લાગી હતી. જેથી પાયલોટ દિનેશભાઇ અને રમેશ સુથારે કેનાલની પાળી પર પહોંચીને યુવતીની એકદમ નજીક દોરડુ ફેંક્યું હતું. જે યુવતીએ પકડી લીધું હતું. જેથી તેને કિનારે ખેંચી લીધી હતી. 

યુવતી ઘણુ પાણી પી ગઇ હોવાના કારણે એમ્બ્યુલન્સમાં હાજર મહિલાની મદદથી તેને ઉલ્ટી કરાવી હતી. પાણી તેના પેટમાં કાઢી નાખી હતી. યુવતીને પ્રાથમિક સારવાર કરી તે સ્ટેબલ થતા તેને હોસ્પિટલ સાથે લઇ લીધી હતી. તેમ 108ની ટીમ દ્વારા એક સાથે 3 જીવન બચાવવામાં આવ્યા હતા. ગર્ભવતી મહિલાએ પણ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે યુવતીનો પણ બચાવ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More