Home> Gujarat
Advertisement
Prev
Next

જ્યાં નોકરી કરતો ત્યાં જ કરી ચોરી, દુકાન માલિકને ચૂનો લગાવનાર આરોપી ઝડપાયો

16.39 લાખના સ્ટોકની ઘટ આવતા શોરૂમ માલિકે CCTV ચકાસવા સહિત સ્ટાફની કડક પૂછપરછ કરી હતી. જેમાં આરોપી પ્રશાંત ચોખાવાલાએ કબૂલ્યુ હતુ કે તેણે જ બારોબાર માલ વેંચીને આ કારસ્તાનને અંજામ આપ્યો છે. 

જ્યાં નોકરી કરતો ત્યાં જ કરી ચોરી, દુકાન માલિકને ચૂનો લગાવનાર આરોપી ઝડપાયો

પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતના વીઆર મોલના એક શો-રૂમમાં કામ કરી તેજ દુકાન માલિકને ચૂનો લગાવનાર આરોપીને સુરત પોલીસે દબોચી લીધો છે. કહેવાય છે ને જે થાળીમાં ખાધુ એમાં થૂંક્યો. આ આરોપીએ પણ આવું જ કર્યુ. જ્યાં નોકરી કરીને તેનું ગુજરાન ચાલતું હતુ ત્યાંજ તેણે ચોરીને અંજામ આપ્યો, શું છે આખો મામલો જોઈએ, આ રિપોર્ટમાં... 

fallbacks

આ છે સુરતના સૌથી મોટા મોલ, જે વીઆર મોલના નામથી ઓળખાય છે. આ મોલમાં જુદી જુદી વસ્તુઓની હજારો દુકાનો અને શોરૂમ આવેલા છે. તેમાનો જ એક શોરૂમ છે એસિક્સ... એસિક્સ એક જાણીતી બ્રાન્ડ છે, જે મુખ્યત્વે શૂઝ એટલે કે બુટ વેંચવાનું કામ કરે છે 

ગુજરાત તથા મુંબઇમાં ઇન્ટરનેશનલ કંપનીની પ્રોડક્ટ સ્ટોરમાં વેચાણ કરવાનું કામ કરતી મિતુલ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લીમીટેડ પણ સુરતના ડુમ્મસ રોડ સ્થિત વીઆર મોલમાં એસીક્સનો શો-રૂમ ધરાવે છે. મિતુલ એન્ટરપ્રાઇઝ દ્વારા એસ.જી બાગલા ઇન્ડસ્ટ્રીયલ કંપનીને કર્મચારીની નિમણુંકનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી વીઆર મોલમાં એસીક્સના શો-રૂમના મેનેજર તરીકે પ્રશાંત જગદીશ ચોખાવાલાની નિમણૂંક કરી હતી. મિતુલ એન્ટરપ્રાઇઝ દ્વારા દર ત્રણ મહિને ઓડિટ કરવામાં આવે છે. જે અંતર્ગત નવેમ્બર 2022 માં કંપનીના કલસ્ટર મેનેજર દ્વારા ઓડિટ કરાતા ઓનલાઇન સિસ્ટમની સરખામણીમાં સ્ટોકની ઘટ આવી હતી. 

બુટ ચોર આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, (ગ્રાફિક્સ) આરોપી પ્રશાંત શોરૂમમાં આવતા લોકોને ટાર્ગેટ કરતો, પહેલાં ગ્રાહકોને સસ્તામાં વસ્તુ આપવાની વાત કરતો. જ્યારે ગ્રાહક તૈયાર થાય તો તેને વસ્તુ આપતો, પરંતુ આરોપી વસ્તુની સાથે બિલ આપતો ન હતો. ગ્રાહકો પણ સસ્તાની લાલચમાં વસ્તુ ખરીદી લેતા, આરોપી પ્રશાંતે આ રીતે 8 મહિના સુધી ગોરખધંધો ચલાવ્યો.  (ગ્રાફિક્સ) પરંતુ કહેવાય છે કે કોઈપણ બે નંબરનું કામ લાંબો સમય ચાલતુ નથી, બસ તેવી જ રીતે બુટ ચોર આરોપીનો ગોરખધંધો લાંબો ન ચાલ્યો. 

પોલીસની તપાસમાં સામે આવ્યુ કે આરોપીએ અત્યાર સુધીમાં (ગ્રાફિક્સ) 154 નંગ શુઝ, 81 નંગ ટી-શર્ટ,  ટ્રેક પેન્ટ અને શોર્ટસ, આ ઉપરાંત 12 નંગ મોજા અને કેપ બારોબાર વેંચી નાંખ્યા છે. (ગ્રાફિક્સ) એટલે આરોપી પ્રશાંતે 8 મહિનામાં જ કંપનીને કુલ 16 લાખ 39 હજારથી વધુ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. 

પોતાના ગોરખધંધામાં પકડાયા બાદ આરોપીએ તમામ પૈસા આપી દેવાની વાત કરી હતી. પરંતુ આરોપી પૈસા પરત ન આપતા અંતે એસિક્સ શોરૂમના માલિકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં હાલ ઉમરા પોલીસે આરોપી મેનેજર પ્રશાંત ચોખાવાલાને પકડી પાડ્યો છે. જ્યારે તેના બીજા મદદગાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More