Home> Gujarat
Advertisement
Prev
Next

રાજધાની ટ્રેનમાં એટેન્ડન્ટે કહ્યું તને બિહાર પહોંચાડી દઇશ પરંતુ પહેલા મને સ્વર્ગની સફર કરાવવી પડશે અને...

હજુ દિલ્હી ગેંગરેપના પડઘા પડઘા શમ્યા નથી. તે પહેલા રાજધાની ટ્રેનમાં સગીરા પર બળાત્કારનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. 

રાજધાની ટ્રેનમાં એટેન્ડન્ટે કહ્યું તને બિહાર પહોંચાડી દઇશ પરંતુ પહેલા મને સ્વર્ગની સફર કરાવવી પડશે અને...

મૌલિક ધામેચા / અમદાવાદ : હજુ દિલ્હી ગેંગરેપના પડઘા પડઘા શમ્યા નથી. તે પહેલા રાજધાની ટ્રેનમાં સગીરા પર બળાત્કારનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. ચાલુ ટ્રેનમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.જેમાં તપાસ કરતા રાજધાની એક્સપ્રેસમાં એટેન્ડન્ટે એક સગીરા પર દુષ્કર્મ આચરી હોવાની હકીકત સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે આરોપીની અટકાયત કરી જયપુર રેલવે પોલીસને હસ્તાંતરીત કર્યો છે.

fallbacks

CID ક્રાઇમના સામાન્ય કોન્સ્ટેબલે મહિનાઓથી સોસાયટી બાનમાં લીધી, અસહ્ય દાદાગીરી છતા પાસા કેમ નહી?

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન કે જ્યાં બળાત્કારનો ભોગ બનેલી સગીરા ગુમશુમ બેઠી હતી. સગીરાને તકલીફમાં જોઈ RPFની ટીમે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તપાસ કરતા સગીરાએ રાજધાની ટ્રેનના એટેનડેન્ટ દ્વારા દુષ્કર્મ આચર્યનો ખુલાસો કર્યો. પોલીસ ચોકી ઉઠી. રાજધાની ટ્રેનના એટેન્ડડન્ટે સગીરાને તેની કેબિનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો સગીરાએ ખુલાસો કર્યો હતો. જેથી સગીરાના નિવેદનના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરતા કસૂરવાર એટેન્ડર મળી આવ્યો અને રેલવે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. 

પાકિસ્તાન જેલમાંથી 558 માછીમારોને મુક્ત કરાવવાની પ્રધાનમંત્રી પાસે માંગ

સગીરા પર બળાત્કાર કરનાર રાજધાની ટ્રેનના એટેનડેન્ટ સુનિલની અટકાયત કરી તેને રાજસ્થાન પોલીસના હવાલે કરી દીધો છે. મહત્વનુ છે કે, સમગ્ર મામલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઝીરો નંબરથી જયપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી સુનીલે 16 વર્ષની સગીરાને પોતાના વતન બિહાર મોકલવાની લાલચે આ દુષ્કર્મ ગુજાર્યુ હોવાનુ સામે આવ્યુ છે. સગીરાને અમદાવાદથી બિહારની ટ્રેન મળશે તેમ કહી અમદાવાદ લાવતો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. 

સોમનાથના દરિયા કિનારે એવું ભવ્ય વોક વે કે જોઇને પ્રેમમાં પડી જશો, 21 કરોડના ખર્ચે પાર્વતી મંદિર

બળાત્કારના ગુનામા સગીરાની પુછપરછ કરતા સામે આવ્યુ કે, સગીરા રાજસ્થાનથી પરિવારના ઘરે થઈ નિકળી પોતાના માતાપિતાના ઘરે બિહાર જઈ રહી હતી. તે સમયે આરોપીએ તેની એકલતાનો લાભ લીધો છે. આ બળાત્કાર ગુજાર્યો હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે પોક્સો અને અપહરણ ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More