ઝી બ્યુરો/અમદાવાદ: શહેરના એક ડોક્ટરે બેથી અઢી વર્ષની બાળકીના પેટમાં રહેલી ચાવી નિકાળી તેને નવ જીવન આપ્યું છે. આ કિસ્સો છે અમદાવાદના મણીપુર વિસ્તારમાં રહેતા એક પરિવારનો...સોમવારે મોડી સાંજે મણીપુર ખાતે રહેતા એક દંપતિની બેથી અઢી વર્ષની બાળકી રમત રમતાં કોઇ વસ્તુ ગળી ગઇ હતી.
ગુજરાતમાં ઉધું ઘાલીને ફરવા ઉપડી ના જતા! 45 નદી-તળાવોમાં ન્હાવા પર મૂકાયો પ્રતિબંધ
પરિવારને અણસાર આવતાં જ માતા પિતા બાળકીને લઇને બોપલની એક ખાનગી હોસ્પિટલ પહોચ્યાં હતા. જ્યાં બાળકીનો એક્સરે કરતાં તેના પેટમાં ચાવી હોવાની ખબર પડી હતી. જેને પગલે ડો ધવલે વધારે સારવાર માટે બાળકોના સ્પેશિયલ ડોકેટર આશય શાહનો સંપર્ક કર્યો હતો.
ગુજરાતી યુવાને બનાવી ધબકારાનો હિસાબ રાખતી ગંજી, અનેક રિપોર્ટની નહીં પડે જરૂર!
ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સ્પેશ્યાલિસ્ટ પીડીયાટ્રીક્સ ડો.આશય શાહે 20થી 30 મિનિટના સમયમાં એન્ડોસ્કોપીની મદદથી બાળકીના પેટમાં રહેલી ચાવી બહાર નીકાળી હતી. બાળકીના પેટમાં રહેલી ચાવી થોડી શાર્પ હોવાથી શરીરના અંદરના ભાગે કોઇ ઇજા ન થાય તે રીતે બહાર કાઢવાનો મોટો ટાસ્ક હતો.
હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામ
જોકે ડોક્ટર અને તેમની ટીમે રાત્રે અઢી વાગે બાળકીના પેટમાંથી ચાવી નિકાળી તેને નવજીવન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે