Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરમાં અનોખી મોદક સ્પર્ધા: ભાણવડના રમેશભાઈ 14 લાડુ દાબી ગયા, મહિલા-બાળકોએ પણ ભુક્કા કાઢ્યા

આજે પણ જામનગરના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં ખંભાળિયા નાકા પાસે આવેલ શ્રી વિશા ઓશવાળની વાડી ખાતે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં ત્રણ વિભાગમાં પુરુષ, મહિલા અને બાળકો સહિત 47 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જામનગરમાં અનોખી મોદક સ્પર્ધા: ભાણવડના રમેશભાઈ 14 લાડુ દાબી ગયા, મહિલા-બાળકોએ પણ ભુક્કા કાઢ્યા

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં ગણેશચતુર્થી નિમિત્તે છેલ્લા 13 વર્ષથી યોજાતી પરંપરા આજે સતત 14માં વર્ષે પણ બ્રહ્મ સોશિયલ ગ્રુપે જાળવી રાખવામાં આવી હતી અને ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં આજે પુરુષમાં ભાણવડ મુકામે રહેતા એક વ્યક્તિએ 14 લાડુ ખાઈ અને મહિલામાં જામનગરમાં રહેતા એક મહિલાએ 10 લાડુ ખાઈ આ સ્પર્ધાના વિજેતા બન્યા હતા.

fallbacks

fallbacks

વિઘ્નહર્તાના પર્વમાં આ વિસ્તારમાં વિઘ્ન બન્યો વરસાદ! એક કલાકમાં રોડ રસ્તાઓ બન્યા નદી

ગણેશજીને અતિ પ્રિય એવા લાડુ એટલે કે મોદક અને આ મોદકની એક અનોખી સ્પર્ધા દર વર્ષે એક વખત ગણેશ ચતુર્થી નિમિત્તે જામનગર ખાતે યોજાય છે. આજે પણ જામનગરના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં ખંભાળિયા નાકા પાસે આવેલ શ્રી વિશા ઓશવાળની વાડી ખાતે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં ત્રણ વિભાગમાં પુરુષ, મહિલા અને બાળકો સહિત 47 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

fallbacks

આ જોઈ તમારું લોહી ઉકળી જશે, ડાકણ ન કરે તેવું કૃત્ય પાડોશી મહિલાએ બાળકી સાથે કર્યું

આ અનોખી મોદક સ્પર્ધામાં ભાગ લેનાર તમામે 10 ગ્રામ અસલી ઘી અને સુકા મેવા સાથેના ભરપૂર આ લાડુ સાથે દાળ પીરસવામાં આવે છે અને સ્પર્ધકોને આપવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ લોકો ભાગ લઈ શકે છે અને વિનામૂલ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જામનગર સહિત આસપાસના જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ સ્પર્ધામાં સ્પર્ધકો ઉમટી પડે છે. ખાસ જ્યારે ભગવાન ગણેશને મોદક એટલે કે લાડુ પસંદ હોય ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે જ વિશેષ આ સ્પર્ધા નું આયોજન કરાય છે.

fallbacks

ભારતની ખરીખોટી સાંભળીને કેનેડાના હાઈ કમિશનર લાલ-પીળા થયા, ગુસ્સામાં પછાડ્યો દરવાજો

ગણેશ ચતુર્થી નિમિત્તે આજે જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાયેલ મોદક આરોગવાની સ્પર્ધામાં 47 લોકોએ ભાગ લીધો, પ્રથમ નંબર ભાઈઓમાં ભાણવડ તાલુકાના ફતેપુર ગામના રમેશભાઈ જોટંગીયા 14 લાડુ, અને બહેનોમાં પદ્મિનીબેન ગજેરા 10 લાડુ અને બાળકોમાં મંથન ચુડાસમા ચાર લાડુ આરોગી વિજેતા જાહેર થયા. 

fallbacks

ખુલતા પહેલા ધૂમ મચાવી રહ્યો છે IPO, પ્રાઇઝ બેન્ડ 171 રૂપિયા, મોટી કમાણીના સંકેત!

સતત 14 વર્ષથી ચાલી રહેલી આ સ્પર્ધામાં 2009 ની સાલમાં કનકભાઈ ઓઝાએ 21 લાડુ આરોગીને સ્પર્ધાના વિજેતા થયા હતા અને લાડુ આરોગવાની આ સ્પર્ધાનો અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ રેકોર્ડ છે. જ્યારે લોકો ખાસ આ સ્પર્ધાને જોવા માટે પણ ઉમટી પડે છે. જ્યારે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રોજેક્ટ ચેરમેન આનંદભાઈ દવે અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

fallbacks

અમેરિકા, બ્રિટન કે કેનેડાના સપનાં છોડો, આ 5 દેશમાં સેટલ થયા તો લોટરી લાગી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More