Home> Gujarat
Advertisement
Prev
Next

Viral Video: કોરોનીયા તું ક્યાંથી આવ્યો... કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો વીડિયો વાયરલ

રાજ્યમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) લોકોને ભયભીત કર્યા છે. ત્યારે કોરોના અંગે ભુવાની બોલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ રહ્યો છે

Viral Video: કોરોનીયા તું ક્યાંથી આવ્યો... કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો વીડિયો વાયરલ

જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: રાજ્યમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) લોકોને ભયભીત કર્યા છે. ત્યારે કોરોના અંગે ભુવાની બોલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ રહ્યો છે. દવાઓ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને (Corona) શરીરમાંથી કાઢવા ભુવાનો સહારો લેવાઈ રહ્યો છે. જો કે, વીડિયો (Viral Video) ક્યાનો છે તે સ્પષ્ટ થયું નથી પરંતુ આ વીડિયો પંચમહાલ અને દાહોદના અંતરિયાળ વિસ્તારનો હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

fallbacks

ગુજરાતમાં કોરોનાનો (Gujarat Corona Cases) હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. ત્યારે મોત આંકડામાં પણ વધારો થતો જોવા મળ્યો હતો. રાજ્યમાં કોરોના કહેરને લઇને લોકો પણ ભયભીત છે. એવામાં કોરોના અંગે ભુવાની બોલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:- ઉજ્જૈનના કાલભૈરવને જ નહી, ગુજરાતના 'ચોકીદાર'ને પણ ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પૂજા

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભુવાજી લીમડાના પાનથી ઝાડો નાખી કોરોનાને રાજી ખુશીથી પરત જવાની વિનવણી કરી રહ્યા છે. દવાઓ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને શરીરમાંથી કાઢવા ભુવાનો સહારો લેવાઈ રહ્યો છે. કોરોનાને તળપદી ભાષામાં કોરોનીયા કહી ઉલ્લેખવામાં આવ્યો છે.

આ વીડિયોમાં કોરોનીયા તું ક્યાંથી આવ્યો... બાંધ્યા અને છુટા ભૂખ્યા માર્યા... તને સાત ખાડા ખોદી દાટુ... જેવા હાસ્યાસ્પદ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રમુજી વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ આ વીડિયો પંચમહાલ અને દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More