Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો

વડોદરામાં વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા 15 દિવસમાં 7000થી વધુ લોકોને ઝાડા ઉલટી, તો 15 હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે

વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા 15 દિવસમાં 7000થી વધુ લોકોને ઝાડા ઉલટી, તો 15 હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ માસમાં માત્ર મલેરિયાના 16 કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. જયારે ડેન્ગયુ કે ચિકનગુનિયાનો કેસ નથી નોંધાયો.

fallbacks

આ પણ વાંચો:- દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસ: પીડિતાએ કહ્યું- દિકરીના હક્ક માટે DNA ટેસ્ટ કરાવવા તૈયાર છું

વડોદરાના સરકારી એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને કલાકો બાદ નંબર આવી રહ્યો છે. તો શહેરના ખાનગી દવાખાનાના પણ આવા જ હાલ છે. શહેરના વારસિયા, યાકુતપુરા, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, છાણી સહિત અનેક વિસ્તારમાં ફેલાયો રોગચાળો ફેલાયો છે.

આ પણ વાંચો:- સતાધાર: જીવરાજબાપુના અંતિમ દર્શને ઉમટ્યા ભક્તો, 3 વાગે અપાશે બાપુને સમાધિ

જોકે રોગચાળોની વચ્ચે કોર્પોરેશન દાવો કરી રહી છે કે તેમણે 2 લાખથી વધુ પરિવારનો સર્વે કર્યો છે. 8000 દર્દીઓની તપાસ કરી છે. ઓ.આર.એસના 7500 પેકેટ, 1 લાખ 15 હજાર ક્લોરીનની ગોળીઓ લોકોને આપી છે. સાથે જ 145 મેડિકલ ઓફિસર, 354 પેરા મેડિકલનો સ્ટાફ કાર્યરત છે. ત્યારે સવાલ એ છે કે તંત્ર આટલી મોટી કાર્યવાહી કરી રહી છે તો હજ્જારોની સખ્યાંમાં દર્દીઓ હોસ્પિટલમાં કેમ ઉભરાય રહ્યા છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More