Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking: અમદાવાદનો આ ડબલ ડેકર ઓવરબ્રિજ બન્યો સુસાઈડ પોઈન્ટ, એક જ મહિનામાં ચોથી ઘટના

અમદાવાદના સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. એક જ મહિનામાં ઓવરબિજ પરથી પડતું મુકવાની આ ચોથી ઘટના સામે આવી છે. અજાણી મહિલાએ એક્સપ્રેસ હાઈવે જતા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી.

Breaking: અમદાવાદનો આ ડબલ ડેકર ઓવરબ્રિજ બન્યો સુસાઈડ પોઈન્ટ, એક જ મહિનામાં ચોથી ઘટના

Ahmedabad: શહેરના બ્રિજ પરથી લોકો સુસાઈડ કરતા અનેક કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં CTM વિસ્તાર પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ સુસાઈડ પોઈન્ટ બન્યો છે. CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી આજે મહિલાએ મોતની છલાંગ લગાવી છે. એક જ મહિનામાં સુસાઈડની આ ચોથી ઘટના સામે આવી છે. 

fallbacks

વલસાડનો ભયાનક કિસ્સો:તરફડિયાં મારતી બાળકી સાથે ખરાબ રીતે દુષ્કર્મ, બાદમાં ટૂંપો દીધો

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. એક જ મહિનામાં ઓવરબિજ પરથી પડતું મુકવાની આ ચોથી ઘટના સામે આવી છે. અજાણી મહિલાએ એક્સપ્રેસ હાઈવે જતા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. મહિલાને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ છે. ઓવરબ્રિજ પરથી પડતું મુકવાની ઘટના ચિંતાજનક રીતે વધતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી કૂદતા મહિલાનું  મૃત્યુ થયું છે. 

PM Modi ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે અ'વાદ ટેસ્ટ જોવા આવશે, ટીમ ઈન્ડિયાની થશે કસોટી

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, શીતલબેલ સોનાર નામની 48 વર્ષીય મહિલાનું LG હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, શીતલબેન સોનાર નામની મહિલાને મગજની બીમારી હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ મહિલા રહેતી હતી. તેઓ બ્રિજ પર ચાલવા આવ્યા હતા અને અચાનક આત્મહત્યા કરી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More