Home> Gujarat
Advertisement
Prev
Next

ડોક્ટર સાથે લિવ ઈનમાં રહેતી પ્રેમિકાને સેલોટેપથી બાંધી લૂંટી, ઇદ નજીક હોવાથી બનાવ્યો લૂંટનો પ્લાન

લાલગેટ પોલીસે શરીફ ઉર્ફે બાબુ અરમાન કમરૂદ્દીન અંસારી અને શરીફખાન ઉર્ફે બુટ્ટા અશરફખાનની ધરપકડ કરી સોનાની ચેઇન-1, વીટીં-5, કાનના ઝુમખા અને બે મોબાઇલ કબજે કર્યા છે.

ડોક્ટર સાથે લિવ ઈનમાં રહેતી પ્રેમિકાને સેલોટેપથી બાંધી લૂંટી, ઇદ નજીક હોવાથી બનાવ્યો લૂંટનો પ્લાન

ઝી બ્યુરો/સુરત: સુરત નાણાવટ વિસ્તારમાં ધોળે દિવસે બે લૂંટારૂએ ઘરમાં ઘુસી ડોક્ટરની પ્રેમિકાને હાથ-પગ સેલોટેપથી બાંધી માર મારી સોનાના ઘરેણાં, રોકડ અને ફોન મળી 2.39 લાખની લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં પૂર્વ પતિનું કારસ્તાન બહાર આવ્યું છે. હાલમાં લાલગેટ પોલીસે શરીફ ઉર્ફે બાબુ અરમાન કમરૂદ્દીન અંસારી અને શરીફખાન ઉર્ફે બુટ્ટા અશરફખાનની ધરપકડ કરી સોનાની ચેઇન-1, વીટીં-5, કાનના ઝુમખા અને બે મોબાઇલ કબજે કર્યા છે. જ્યારે મહિલાનો પૂર્વ પતિ ઈસ્માઈલ મહંમદ ઇબ્રાહીમ શેખ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

fallbacks

BJPમાં અસ્તિત્વની લડાઇ! પત્રિકામાં MLAનું નામ કટ,જાણો વાંકાનેરમાં કોને પડ્યું વાંકું

છેલ્લા 17 દિવસથી લાલગેટમાં નાણાવટ પંડોળની પોળમાં એપાર્ટમેન્ટમાં 25 વર્ષીય ત્યક્તા ડોક્ટર સાથે લીવ ઇનમાં રહે છે. આફરીન 12મીએ ઘરે એકલી હતી. બપોરે અઢી વાગ્યે કોઈકે દરવાજો ખખડાવ્યો હતો. ત્યક્તાએ દરવાજો ખોલતા બન્ને લૂંટારૂએ તેણીનું મોઢું દબાવી ઘરમાં ઘુસી હાથ-પગ અને મોં પર સેલોટેપ મારી દીધી હતી. પછી પૈસે-દાગીના કહા હે એમ કહી બાજુના રૂમમાં લઈ ગયા હતા. જ્યા કબાટ ખુલ્લો હતો. 

તલાટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, હસમુખ પટેલે આપેલી નવી માહિતી પર નજર કરી લેજો

જોકે, તિજોરીની ચાવી ન આપતા ત્યક્તાને ચાર્જરના વાયરથી પીઠના ભાગે માર મારી 4500ની રોકડ લૂંટી લીધી હતી. બંનેમાંથી એક નમાઝની ટોપી પહેરી તો બીજો રૂમાલ બાંધી આવ્યો હતો. લૂંટારૂને લૂંટની ટીપ પૂર્વ પતિએ આપી હતી. લૂંટારૂએ ધમકી આપી કે, ‘તુ પુલીસ મેં કમ્પલેઇન કરેગી તો તુ બહાર નીકલેગી તો માર ડાલુગાં’ કહી બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા. 

ઘોડી અને DJ બુક કરાવવા પડાપડી! મુહૂર્ત બદલાતા મહારાજની ફી ડબલ, આજથી લગ્નનો છૂટો દોર

લાલગેટ પોલીસે ત્યક્તાની ફરિયાદ લઈ બન્ને લૂંટારૂને સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના કલાકમાં દબોચી લીધા હતા.પોલીસે શરીફ ઉર્ફે બાબુ અરમાન કમરૂદ્દીન અંસારી અને શરીફખાન ઉર્ફે બુટ્ટા અશરફખાનની ધરપકડ કરી સોનાની ચેઇન-1, વીટીં-5, કાનના ઝુમખા અને બે મોબાઇલ કબજે કર્યા છે. જ્યારે મહિલાનો પૂર્વ પતિ ઈસ્માઈલ મહંમદ ઇબ્રાહીમ શેખ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા બન્ને લૂંટારૂને લૂંટની ટીપ મહિલાના પૂર્વ પતિએ આપી હતી. હાલ તો પોલીસેઆ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More