અમદાવાદ : હાલમાં જ સગીરાઓ અને યુવતીઓ પર બળાત્કારની એક પછી એક ઘટનાઓનાં કારણે ગુજરાત બદનામ થયું છે. વડોદરા અને રાજકોટની ઘટનાઓ થઇ છે પરંતુ તેની પાછળનું કારણ અને તેનાં મુળ સુધી જવાની જરૂર છે. આવી ઘટનાઓની શરૂઆત હંમેશા નાનકડી છેડતીઓથી થતી હોય છે. હાલ સમગ્ર ગુજરાતમાં યુવતીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે ત્યારે એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઇને ન સામાન્ય માણસ હાલનાં યુવાનોની માનસિક સ્થિતી પર દયા આવશે પરંતુ ચિંતા પણ થશે.
હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં યુવતીની છેડતી બાદ યુવતી અને યુવાન સાથે બોલાચાલી કરી રહી છે. જેમાં યુવતી યુવકને ધમકાવી રહી છે. જો કે આ યુવાન લાજવાનાં બદલે ગાજી રહ્યો છે. યુવતીને ધમકી આપી રહ્યો છે. આ ઉપરાંત તેની સાથે રહેલા મિત્રો પણ મામલાને થાળે પાડવાનાં બદલે યુવતી અને યુવાન બંન્નેને ઉશ્કેરી રહ્યા છે. યુવતીને પણ અયોગ્ય શબ્દો બોલી રહ્યા છે. જો કે યુવતીની એક મિત્ર તેને સમજાવીને લઇ જાય છે. પરંતુ આ બેશરમ યુવાન અને તેનાં મિત્રો પોતાની વિકૃત ઠઠ્ઠા મશ્કરીમાં વ્યસ્ત રહે છે.
લણણીના સમયે જ કમોસમી ઝાપટાથી ખેડૂતોને બચ્યું તું એ પણ બગડ્યું
રાજકોટ : રોજ 50-60 કિલો વજન ઉંચકનાર રેપિસ્ટ દારૂના નશામાં બાળકીને ગાદલા સાથે ઉંચકીને લઈ ગયો
આ વાઇરલ વીડિયો ડીસીએમ (DCM) કોલેજનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વાઇરલ વીડિયોમાં યુવક અને યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી છે. આ વીડિયો વાઇરલ થયા બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ આ મુદ્દે તપાસ કરે તે જરૂરી છે. ન માત્ર તપાસ પરંતુ આ તમામની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યું છે. હવે પોલીસની જ જવાબદારી છે કે તેઓ ગુજરાત યુવતીઓ માટે પહેલા જેટલું જ સુરક્ષીત છે તેવું સ્થાપિત કરે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે