Home> Gujarat
Advertisement
Prev
Next

વેવાઇ-વેવાણ પાર્ટ-2: પુત્રીની ડિલીવરી કરાવવા ગયેલી માતાને વેવાઇ સાથે આંખ મળી અને હવે એવું ગુચ્ચમ થયું કે...

શહેરનાં પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર વેવાઇ વેવાણનું ઇલુ ઇલુ સામે આવ્યું છે. સુરતનાં વેવાઇ વેવાણ કાંડ બાદ હવે અમદાવાદમાં પણ વેવાઇ વેવાણનો કાંડ બહાર આવ્યો છે. 

વેવાઇ-વેવાણ પાર્ટ-2: પુત્રીની ડિલીવરી કરાવવા ગયેલી માતાને વેવાઇ સાથે આંખ મળી અને હવે એવું ગુચ્ચમ થયું કે...

અમદાવાદ : શહેરનાં પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર વેવાઇ વેવાણનું ઇલુ ઇલુ સામે આવ્યું છે. સુરતનાં વેવાઇ વેવાણ કાંડ બાદ હવે અમદાવાદમાં પણ વેવાઇ વેવાણનો કાંડ બહાર આવ્યો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોતાની પુત્રીની ડિલીવરી કરાવવા માટે માં દિકરીના ઘરે ગઇ હતી. જો કે આ દરમિયાન પુત્રીનાં જ સસરા (વેવાઇ) સાથે આંખ મળી ગઇ હતી. જો કે દરમિયાન જમાઇનું મોત થઇ જતા મહિલાએ પોતાની પુત્રીને બીજા સ્થળે પરણાવી દીધી હતી. 

fallbacks

ઓનલાઇન ગેમિંગ દરમિયાન સંપર્કમાં આવ્યા, યુવકે કહ્યું હોટલનાં રૂમમાં તારી સાથે ગેમ રમવી છે ચાલ અને...

જો કે પોતાની પુત્રીનાં બીજા લગ્ન બાદ પણ તેના જુના સસરા સાથે વેવાણે ઇલુ ઇલુ ચાલુ જ રાખ્યું હતું. જો કે બીજા લગ્ન સફળ નહી રહેતા પુત્રી પરત ફરી હતી. જો કે પોતાનાં પૂર્વ સસરા સાથેપોતાની માતા રહે તે પુત્રીને પસંદ નહોતું. જેથી તેણે પોતાની માતાને સંબંધો તોડી નાખવા માટે દબાણ કર્યું હતું. જેથી મામલો વણસી ગયો હતો. આખરે મહિલા હેલ્પ લાઇન 181 ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની બે ટીમે મહિલા તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવીને કાયદાકીય સલાહ આપી હતી.

લો બોલો! કોર્પોરેશનની ચૂંટણી લડી ચુકેલી મહિલાને સાસરીયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ

મહિલા હેલ્પલાઇનને કોલ મળ્યો હતો કે, મારી દિકરી મને મારા પ્રેમી સાથે રહેવા દેવા માંગતી નથી. મારા પ્રેમી મારી પુત્રીનાં જ પુર્વ સસરા છે. જો કે હું મારી પુત્રી સાથે જવા નથી માંગતી. હું મારા વેવાઇને ખુબ જ પ્રેમ કરૂ છું પરંતુ મારી પુત્રી મારા પર ખુબ જ દબાણ કરે છે. હું ચાર વર્ષ પહેલા મારી પુત્રીની ડિલીવરી માટે ગઇ ત્યારે તેના સસરા સાથે મારી આંખ મળી ગઇ હતી. અમે બંન્ને પ્રેમમાં પડ્યા હતા. જો કે દોઢ વર્ષ પહેલા જમાઇનું દારૂના વ્યસનના કારણે મોત નિપજ્યું હતું. જેથી મે મારી દીકરીનાં બીજા લગ્ન કરાવ્યા હતા. હું મારી દીકરીનાં પૂર્વ સસરા(પ્રેમી વેવાઇ) સાથે રહેવા જતી રહી હતી. જો કે મારી દિકરીનો સંસાર લાંબો ચાલ્યો નહી અને તે ઘરે પરત ફરી હતી. હવે તે મને પણ પરત ફરવા માટે દબાણ કરે છે. હું આવવાની ના પાડું તો મને આત્મહત્યાની ધમકી આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More