ઝી બ્યુરો/મહીસાગર: રાજ્યભરમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ મહિસાગરના લુણાવાડાથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. લુણાવાડાથી તલાટીની પરીક્ષા આપી નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત થયું છે. ગધાવાડા ગામના પરીક્ષાર્થીની બાઈક કાર સાથે અથડાઈ છે. જેમાં પરીક્ષાર્થીનું મોત થયું છે અને અન્ય એક ઈજાગ્રસ્ત થયો છે.
આગામી એક કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ જિલ્લાઓનું બગડી શકે છે વાતાવરણ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બાલાસિનોરના ગધાવાડા ગામે તલાટીની પરીક્ષાર્થીને અકસ્માત નળ્યો છે. પરીક્ષાર્થી લુણાવાડાથી પરીક્ષા આપી બાઈક પર પરત જઈ રહ્યો હતો, ત્યારે તેની બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પરીક્ષાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત બન્યો છે.
Mahisagar: તલાટીની પરીક્ષા આપી નીકળેલા યુવકનું મોત#Talati_Exam #talati #Mahisagar #ZEE24Kalak pic.twitter.com/G0wi0QqdsL
— Zee 24 Kalak (@Zee24Kalak) May 7, 2023
રવિવાર બન્યો અકાળે મોતનો દિવસ, ગુજરાતમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 3 મોત
મહત્વનું છે કે, કારમાં સવાર લોકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી છે. પરીક્ષા આપી ઘર તરફ પરત ફરી રહેલ પરીક્ષાર્થીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે